રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અલગ અલગ બજારના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમા સ્ટેશનરી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્ટેશનરીની દુકાનો આગામી 10 દિવસ સુધી સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા આવશે.
શહેરમાં અંદાજીત 30 જેટલા સ્ટેશનરી વેપારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અંદાજીત 450થી વધુ સ્ટેશનરીની દુકાનો આવેલી છે. જે આગામી 26 તારીખથી લેવાયેલા નિર્ણય પ્રમાણે જ ખુલ્લી રાખવામાં આવશે.