વાવાઝોડાને લઇ ગોંડલ તાલુકાના 9 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. 700થી વધુ લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ત્યારે નીચાણ વાળા તેમજ પ્રભાવિત વિસ્તારના લોકો ને વહીવટી તંત્ર દ્વારા સરકારી શાળાએ તેમજ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના મંત્રી સૌરભ પટેલ, રાજકોટ જિલ્લા ભાજપ ડી.કે.સખીયા, ભરત બોધરા, ગોંડલ ભાજપની ટીમ સહિતના લોકોએ વાયુ વાવાઝોડાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હતી.
સાથે તંત્રને વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી સૂચન કર્યું હતું .રાજ્ય પ્રધાન સૌરભ પટેલે ગોંડલના ચોરડી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા. રાજકોટના ગોંડલ ,જેતપુર , વીરપુર , ધોરાજી સહિતના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હતી.