ETV Bharat / state

Rajkot News: હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ 13 લોકોને ભારતીય નાગરિકતા પત્ર - Rajkot Collector

પાકિસ્તાનના કરાંચી શહેરમાંથી આવેલા અને છેલ્લા દસ વર્ષથી રાજકોટ શહેરમાં રહેતા 13 વ્યક્તિઓને ભારતનું નાગરિકત્વ મળી ગયું છે. ગૃહપ્રધાન હર્ષ સંધવીએ એમને આ પ્રમાણપત્ર આપીને શુભેચ્છા પાઠવી તેમજ મીઠાઈ ખવડાવી હતી. રાજકોટના ક્લકેટરે આ અંગે એક ખાસ આયોજન કર્યું હતું.

Rajkot News: હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ 13 લોકોને ભારતીય નાગરિકતા પત્ર

author img

By

Published : May 19, 2023, 7:19 AM IST

રાજકોટઃ પાકિસ્તાનથી રાજકોટ આવીને વસી ગયેલા 13 લોકોને ભારતીયતા મળી ગઈ છે. રાજકોટની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ આ પ્રમાણપત્ર એમને આપી શુભેચ્છાઓ આપી છે. આ સાથે એમને લાગણીસભર આવકારો પણ આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાને ભારત સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. ભારત તેમજ ગુજરાત સરકાર પાકિસ્તાનથી સ્થળાંતર કરી ગુજરાત આવેલા લોકોને આ સોસાયટીઓના મુખ્ય વહેણ સાથે જોડે છે. આ સરકારનો મોટો પ્રયાસ છે.

ભારતીય નાગરિકતા પત્ર એનાયતઃ રાજકોટમાં રહેતા 13 વ્યક્તિઓને ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ "કેમ છો બધા" કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે. એવું કહીને સરકાર તરફી વાત કહી હતી.

આ વિસ્તારમાં રહે છેઃ રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં પાકિસ્તાનમાંથી વર્ષો પહેલા આવેલા લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા હવે ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે જેને લઈને આજે રાજકોટમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે 13 જેટલા પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રહેતા ભવાન વાપીએ પણ પ્રધાન સમક્ષ પોતાની અભિવ્યક્તિ કરી હતી.

"આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો. તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું." --ભવાન વાપી (સ્થાનિક, પાકિસ્તાથી આવેલા)

આવાસનું લોકાર્પણઃ રાજકોટની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સૌપ્રથમ રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં 120 જેટલા પોલીસ આવાસોની ચાવી પોલીસ કર્મીઓને આપી હતી. પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય એવા ઉદય કાનગડના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકરો તથા આગેવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી. પછી રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

Rajkot News: હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ 13 લોકોને ભારતીય નાગરિકતા પત્ર
Rajkot News: હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ 13 લોકોને ભારતીય નાગરિકતા પત્ર

કલેક્ટર ઓફિસે બેઠકઃ કલેક્ટર ઓફિસમાં આવીને પ્રધાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાનથી ભારતમાં વસવાટ કરતા લોકોને ભારતીય નાગરિકતા અર્પણ કરી હતી. આ સાથે અન્ય કેટલાક લોકોની યાદી પણ તપાસી હતી. એ પછી કાર્યક્રમ શરૂ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.