- ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
- મગફળીનો ઉતારો ન બેસતો હોવાથી ખેડૂતોની મગફળી થઈ રહી છે રીજેક્ટ
- FAQ ના નિયમને લઈ ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો
રાજકોટઃ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં કેબિનેટમાં લીધેલા નિર્ણયના અંતે બારદાનમાં 25 કિલો મગફળી ભરવાની છૂટછાટ આપવામાં આવી છે. આ વર્ષે સતત પડેલા વરસાદની વચ્ચે મગફ્ળીનું ઉત્પાદન નબળું જોવા મળ્યું છે. જેને કારણે મગફળી ખરીદીના કેન્દ્રો પર મોટા ભાગે ખેડૂતોની મગફળીનો ઉતારો ન બેસતો હોવાથી ખેડૂતોની મગફળી રીજેક્ટ થઈ રહી છે. ખેડૂતો બારદાનમાં 25 કિલોની ભરતીનો આગ્રહ રાખી રહ્યા છે, તો બીજી તરફ મગફળી ખરીદીના કેન્દ્રો પર સરકાર દ્વારા FAQના નિયમ અને નોમ્સ અનુસાર 130 અને 140ના ઉતારા મુજબ મગફળી ખરીદી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેને કારણે ખેડૂતોની મગફળી રીજેક્ટ થઈ રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રથમ દિવસે જ મગફળીની ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં મગફળી થઈ રીજેક્ટ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં FAQ ના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના FAQના નિયમો મુજબ જ મગફળીની ખરીદી કરવામાં આવી રહી હોવાથી સૌરાષ્ટ્રમાં આ વર્ષે વધુ વરસાદ પડવાથી નબળી ગુણવતાની મગફળી આવી રહી છે. જેથી મગફળીનો ઉતારા બેસતો ન હોવાને કારણે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. પ્રથમ દિવસે જ ખેડૂતોની મગફળીની ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં મગફળી રીજેક્ટ થતી હોવાથી FAQ ના નિયમોમાં ફેરફાર કરવા જરૂરી બન્યા છે.