રાજકોટ: આગામી 9 એપ્રિલના રવિવારના દિવસે રાજ્યમાં જુનિયર ક્લાર્કની એક્ઝામ યોજવાની છે. જેની તડામાર તૈયારીઓ તંત્ર અને વિદ્યાર્થીઓ બન્ને કરી રહ્યા છે. જુનિયર ક્લાર્કની એક્ઝામ દરમિયાન અનિચ્છનીય બનાવ સામે ન આવે અને પરીક્ષાર્થીઓ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઇને એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક્સ્ટ્રા બસની વ્યવસ્થા: રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. આ સાથે જ જો બસોમાં ટ્રાફિક વધુ હશે તો આગામી દિવસોમાં વધુ એક્સ્ટ્રા બસ શરૂ કરવાનો એસટી વિભાગ નિર્ણય લેશે. રાજકોટ શહેરમાં 147 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. રાજકોટ શહેરમાં રવિવારે અલગ અલગ વિસ્તારમાં 147 કેન્દ્ર ઉપર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે.
તંત્રના પ્રયાસો:પોલીસ કમિશનર દ્વારા પણ પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે પ્રકારના તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. એવામાં એસટી વિભાગ પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા ને લઈને 25 જેટલી એક્સ્ટ્રા બસો રાજકોટ એસટી ડેપો માંથી દોડાવશે. જ્યારે પુરા ડિવિઝનની વાત કરવામાં આવે તો કુલ 250 જેટલી બસો જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે ફાળવવામાં આવી છે.
વધુ બસો મુકાશે: ડેપો મેનેજરઅંગે રાજકોટ એસટી ડેપોના મેનેજર એમવી ઠુંમરે Etv ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ દ્વારા 25 જેટલી એક્સ્ટ્રા બસો હાલ પૂરતી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મૂકવામાં આવી છે. જ્યારે એમાં જરૂર જણાશે તો ટ્રાફિકને જોઈને આગામી દિવસોમાં બસોમાં વધારો કરવામાં આવશે. આ સાથે હેડ ક્લાર્કના પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવશે.
ચુસ્ત બંદોબસ્ત: જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિાન પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી. જેને પગલે સરકાર દ્વારા આ વખતે ખૂબ જ ચોકસાઈ પૂર્વક પરીક્ષા યોજાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પણ વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને એસટી તંત્ર પણ એલર્ટ રાખવામાં આવ્યું છે.જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.