- 60 બેડનું નિ:શૂલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
- પ્રથમ દિવસે જ 30થી વધુ દર્દીઓ દાખલ
- સમય જતાં બેડની સંખ્યા 200 કરવામાં આવશે
રાજકોટ: કોરોનાના કેસમાં વધારો થતાં બેડની અછત વર્તાઈ રહી છે, ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા યુધ્ધના ધોરણે બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને લઈને રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં નિ:શૂલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ની સંખ્યા આજે 17 થઈ
ગુરુકુળનો સ્ટાફ પણ કરી રહ્યો છે મદદ
રાજકોટમાં કોરોનાની મહામારીને લઈને ગોંડલ રોડ પરના સ્વામિનારાયણ ગુરૂકુળમાં પણ 60 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. નિ:શૂલ્ક શરૂ કરવામાં આવેલા સેન્ટરમાં પ્રથમ દિવસે જ 30થી વધુ દર્દીઓ દાખલ થઈ ગયા છે. જ્યારે મોટી સંખ્યામાં દર્દીઓના સગા અહીં પૂછપરછ માટે આવી રહ્યા છે. હાલ ગુરુકુળ ખાતે માત્ર ઓક્સિજન લેવલ ઓછું હોય અને ક્રિટિકલ દર્દી સિવાયના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ડોક્ટરની સૂચના પ્રમાણે દાખલ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુરુકુળનો સ્ટાફ પણ સેવામાં લાગ્યો છે.