રાજકોટઃ આજે રવિવારે વહેલી સવારથી જ રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. બે દિવસના ભારે ઉકાળા બાદ વહેલી સવારથી જ વરસાદ આવતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.
![રાજકોટ સહિતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઘીમેઘારે વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:40:45:1593929445_gj-rjt-01-rain-today-av-7202740_05072020112026_0507f_1593928226_145.jpg)
રાજકોટના કાલાવડ રોડ, મવડી, યાજ્ઞિક રોડ, 150 ફૂટરિંગ રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી થયા હતાં. જ્યારે રાજકોટના ધોરાજી, જેતપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું.
![રાજકોટ સહિતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઘીમેઘારે વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:40:44:1593929444_gj-rjt-01-rain-today-av-7202740_05072020112026_0507f_1593928226_794.jpg)
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ ખેતરોમાં મગફળી અને કપાસની વાવણી કરી હોવાથી પાકને વરસાદના કારણે પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
![રાજકોટ સહિતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઘીમેઘારે વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:40:44:1593929444_gj-rjt-01-rain-today-av-7202740_05072020112026_0507f_1593928226_995.jpg)