રાજકોટના ન્યારી ડેમમાં આત્મહત્યા કરવા માટે હિતેન્દ્ર લાલજીભાઈ કાકડિયાએ કૂદકો લગાવ્યો હતો. આ સમયે ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કાળુંભાઈ આત્મહત્યા કરનારા આધેડને જોઈ ગયા હતા અને તેમને આ બાબતે તાત્કાલિક પોલીસતંત્રને જાણ કરી હતી. પોલીસે સમયસૂચકતા જાળવીને તાત્કાલિક ફાયર વિભાગના કર્મીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આધેડનો જીવ બચાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આધેડે બિમારીથી કાંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ન્યારી ડેમમાં આડેધનો આત્મહત્યાનો પ્રયાસ, તંત્રએ બચાવ્યો જીવ
રાજકોટઃ રાજકોટના ન્યારી ડેમમાં આધેડ વયના પુરૂષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટના સ્થળે હાજર સિક્યુરિટીએ પોલીસ વિભાગને આ અંગેની જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓએ ડેમ ખાતે પહોંચીને આધેડનો જીવ બચાવ્યો હતો. આધેડે બિમારીથી કંટાળીને આત્મહત્યા કરવા માટે ડેમમાં પડતું મૂક્યું હતું.