નવી દિલ્હી: સંસદનું આગામી શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
રિજિજુએ એક પોસ્ટમાં કહ્યું કે, આ કાર્યક્રમ બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ઉજવવામાં આવશે.
આ સત્ર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ બાદ યોજાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી શિયાળુ સત્રમાં મોદી સરકારના વિવાદાસ્પદ વકફ (સુધારા) બિલને બંને ગૃહોમાં પસાર કરવા પર ભાર મૂકવામાં આવશે. આ સિવાય 'વન નેશન, વન ઇલેક્શન' પર એક બિલ રજૂ કરવામાં આવી શકે છે.
વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નિયમિતપણે વિવિધ રાજ્યોમાં વિવિધ હિતધારકો સાથે તેમના પ્રશ્નોને સંબોધવા અને વિવાદાસ્પદ બિલ પર સર્વસંમતિ બનાવવા માટે તેની બેઠકો કરી રહી છે.
અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વકફ (સુધારા) બિલના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, તેને શિયાળુ સત્રમાં લાવવામાં આવશે. હરિયાણાના ગુરુગ્રામમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું કે, અમે સંસદના આગામી સત્રમાં વક્ફ બોર્ડના કાયદાનો ઉકેલ લાવીશું.
આ પણ વાંચો: