ETV Bharat / opinion

"યુદ્ધ સામે પર્યાવરણના રક્ષાની પસંદગી કરીએ, વૈશ્વિક સ્તરે ઉજવીએ સુખ-શાંતિ અને વાતાવરણની સુરક્ષા - INTERNATIONAL DAY CELEBRATION

દર વર્ષે 6 નવેમ્બર, યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

યુદ્ધ સામે પર્યાવરણના રક્ષાની પસંદગી કરીએ
યુદ્ધ સામે પર્યાવરણના રક્ષાની પસંદગી કરીએ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 6:01 AM IST

હૈદરાબાદ: માનવીએ હંમેશા યુદ્ધની જાનહાનિની ગણતરી મૃત્યુ, ઘાયલ સૈનિકો અને નાગરિકો, નાશ પામેલા શહેરો અને આજીવિકાના સંદર્ભમાં કરી છે, તેમ છતાં, પર્યાવરણ ઘણીવાર યુદ્ધનો સાઇલન્ટ શિકાર રહ્યું છે. યુદ્ધની ભયાનકતાની ગણતરી કરતી વખતે કોઈને ખબર નથી કે કેટલા વૃક્ષો નાશ પામ્યા છે, કેટલી જમીન બરબાદ થઈ છે અને કેટલા પ્રાણીઓ માર્યા ગયા છે, કેટલા પાણીના કુવાઓ પ્રદૂષિત થયા છે. આપણે આ આ બધું ભૂલી જઈએ છીએ જાણે કશું થયું જ નથી. પર્યાવરણ સશસ્ત્ર સંઘર્ષનો શાંત શિકાર બને છે. યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણના નિવારણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 6 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે જેથી આપણે પર્યાવરણને થતી ઇજાઓને ભૂલીએ નહીં અને તેના કારણે થતા દૂરગામી નુકસાન વિશે જાગૃતિ કેળવવીએ.

ચાલો જાણીએ આ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ:

5 નવેમ્બર 2001ના રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણને થતાં નુકસાનને રોકવા માટે દર વર્ષે 6 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો. 27 મે 2016ના રોજ, યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ એસેમ્બલીએ સશસ્ત્ર સંઘર્ષના જોખમને ઘટાડવામાં સ્વસ્થ ઇકોસિસ્ટમ અને ટકાઉ વ્યવસ્થાપિત સંસાધનોની ભૂમિકાને માન્યતા આપતા ઠરાવ UNEP/EA.2/Res.15 અપનાવ્યો હતો.

આ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ 1970 ના દાયકાની શરૂઆતથી થાય છે. આ સમય દરમિયાન યુદ્ધના કારણે પર્યાવરણીય અસરો વિશે વૈશ્વિક ચિંતાઓ વધવા લાગી હતી. હર્બિસાઇડ્સનો ઉપયોગ (જેમ કે વિયેતનામ યુદ્ધ દરમિયાન એજન્ટ ઓરેન્જ) અને 1990 ના દાયકામાં થયેલ ગલ્ફ યુધ્ધમાં તેલના કુવાઓનો ઇરાદાપૂર્વક વિનાશએ બધાને જગાડવાનું કાર્ય કર્યું અને બધાને સમજણ આપી કે સશસ્ત્ર સંઘર્ષોથી થતા પર્યાવરણીય નુકસાનને ઓછું કરવું આવશ્યક છે.

જો કે, આનાથી લોકોમાં ચિંતા પેદા થઈ અને આ રીતે યુનાઈટેડ નેશન્સે નિષ્ણાતો અને સભ્ય દેશોને યુદ્ધો અને સંઘર્ષોની પર્યાવરણીય અસરો અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા. જેના પરિણામ સ્વરૂપ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને અંતે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના થઈ અને ત્યારબાદથી દર વર્ષે 6 નવેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ચાલો જાણીએ આ દિવસનું વૈશ્વિક સ્તરે મહત્વ:

  • અંદાજે 1.5 અબજ લોકો, વિશ્વની વસ્તીના 20 ટકાથી વધુ, યુધ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં અને સંવેદનશીલ દેશોમાં વસે છે.
  • યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માનવતા અને આપણા ગ્રહ પરના જીવનના અન્ય સ્વરૂપો માટે જોખમ ઊભું કરે છે. ઉપરાંત ઘણા બધા જીવન અને પ્રજાતિઓને જોખમમાં છે.
  • અફઘાનિસ્તાન, કોલંબિયા અને ઇરાક જેવા દેશોમાં દાયકાઓથી ચાલતા યુદ્ધોના પરિણામે કુદરતી સંસાધનોને ભારે નુકસાન થયું છે. એકલા અફઘાનિસ્તાનમાં જ આપણે કેટલાક વિસ્તારોમાં વનનાબૂદીનો આશ્ચર્યજનક દર 95 ટકા સુધી પહોંચતો જોયો છે.
  • 2017 માં, ઇસ્લામિક સ્ટેટે ઇરાકી શહેર મોસુલ નજીક તેલના કુવાઓ અને સલ્ફર ફેક્ટરીમાં આગ લગાવી હતી જેના પરિણામે વિશાળ ઝેરી વાદળો બન્યા હતા અને લોકોના શ્વાસમાં ઝેર પહોંચ્યું હતું.
  • કોલંબિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને દક્ષિણ સુદાનમાં મહત્વપૂર્ણ જૈવવિવિધતાના હોટસ્પોટ્સ બળવાખોર જૂથોને આશ્રય અને છુપવા માટેની જગ્યા પૂરી પાડે છે.
  • યુધ્ધના સંઘર્ષો વન્યજીવન અને વન સંરક્ષણ માટે વિનાશક રહ્યા છે, કારણ કે આ રહેઠાણોએ ગેરકાયદે લોગીંગ, અનિયંત્રિત ખાણકામ, પ્રચંડ શિકાર અને આક્રમક પ્રજાતિઓના સંવર્ધન માટે માર્ગ ખોલ્યો છે.
  • ડી.આર. કોંગો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં હાથીઓની વસ્તી નાશ પામી છે, જ્યારે યુક્રેનમાં સિવર્સ્કી ડોનેટ્સ નદીને સંઘર્ષના પરિણામે પ્રદૂષણથી વધુ નુકસાન થયું છે.
  • ગાઝા, યમન અને અન્ય સ્થળોએ ભૂગર્ભજળના કુવાઓથી લઈને ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ્સ અને પમ્પિંગ સ્ટેશનોથી લઈને ડિસેલિનેશન પ્લાન્ટ્સ સુધીના પાણીના માળખાને નુકસાન થયું છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.
  • યુધ્ધ સંઘર્ષના આ પર્યાવરણીય પરિણામોને અવગણવું એ એક ખતરનાક ભૂલ હશે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે વધુ તાકીદ સાથે આ મુદ્દે કાર્ય કરવાની જરૂર છે.
  • 2014ની દુશ્મનાવટથી, અને ખાસ કરીને રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યું ત્યારથી, હવા, પાણી, જમીન અને માટીના પ્રદૂષણ તેમજ ઇકોસિસ્ટમના નુકસાનના હજારો કિસ્સાઓ નોંધાયા છે, ઉપરાંત પડોશી દેશોમાં પણ તેની અસરો જોવા મળી છે. યુક્રેનની સમૃદ્ધ જૈવવિવિધતા પર પણ યુદ્ધની નકારાત્મક અસર પડી છે.
  • જંગલમાં આગ અને વનનાબૂદી, બ્લાસ્ટિંગ, બિલ્ડીંગ ફોર્ટિફિકેશન, અને ઝેરી માટી અને પાણી, જે તમામ વન્યજીવનને અસર કરે છે અને બાયોસ્ફિયર રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સંરક્ષિત રહેઠાણો સહિત કુદરતી રહેઠાણોનો નાશ કરે છે, જેમાંથી ઘણા પેન-યુરોપિયન એમરાલ્ડ નેટવર્કનો પણ ભાગ છે.

આ દિવસના ઉજવણી પાછળના મુખ્ય લક્ષ્યો, ચાલો જાણીએ...

  • સંઘર્ષ દરમિયાન પર્યાવરણીય સંરક્ષણ
  • શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવું
  • આંતરરાષ્ટ્રીય સહકાર: સંઘર્ષ દરમિયાન પર્યાવરણીય સંરક્ષણની ચર્ચા કરવા માટે વૈશ્વિક મંચની સુવિધા પૂરી પાડવી, જ્યાં રાષ્ટ્રો પર્યાવરણીય વિનાશને ઘટાડવા માટે અસરકારક વ્યૂહરચના વિકસાવવા માટે સહયોગ કરશે.
  • માનવ કલ્યાણની સુરક્ષા: આ દિવસ પર્યાવરણીય અધોગતિની આરોગ્ય પર થતી અસરો અને યુદ્ધ દરમિયાન જોખમી પદાર્થો અને પ્રદૂષિત સંસાધનોના સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • કાનૂની માળખાની હિમાયત કરવી: સંઘર્ષ દરમિયાન પર્યાવરણીય સંરક્ષણની આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રણાલીઓ જાળવવી અને 1977 જીનીવા સંમેલનો જેવા કરારોના પાલનને પ્રોત્સાહન આપવું.
  • જનજાગૃતિ વધારવી: આ દિવસને અનુસરીને, સંસ્થાઓ અને સરકારો સશસ્ત્ર સંઘર્ષની પર્યાવરણીય અસરો વિશે જાહેર જાગૃતિ વધારી શકે છે અને તેને દૂર કરવા માટેની પહેલ માટે વધુ સમર્થન મેળવી શકે છે.

આપણે હજુ શું કરી શકીએ છીએ અને શું કરવું જોઈએ?

પર્યાવરણનું રક્ષણ કરવાનું મહત્વ સમજવું જોઈએ જેથી રાજ્યોને પર્યાવરણનો યુદ્ધના સાધન તરીકે ઉપયોગ કરતા અટકાવી શકાય. ઉપરાંત આને રોકવા માટે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો પૂરતો છે કે કેમ તે અંગે પ્રશ્ન થઈ શકે છે. જિનીવા સંમેલનોના વધારાના પ્રોટોકોલ 1 ની કલમ 35 અને કલમ 55 એ યુદ્ધોને પ્રતિબંધિત કરે છે જે કુદરતી પર્યાવરણને વ્યાપક, લાંબા ગાળાના અને ગંભીર નુકસાન પહોંચાડે છે. જો કે, વ્યાપક, લાંબા ગાળાની અને ગંભીર હાનિની ​​જરૂરિયાતોને પહોંચી વળવા માટેના લેવલ ખૂબ ઊંચા નક્કી કરવામાં આવ્યા છે. જેનાથી ઉલ્લંઘન કરવું મુશ્કેલ બને છે.

પૃથ્વીને સુરક્ષિત રાખવામાં આપણે કેવી રીતે યોગદાન આપી શકી છીએ?

  • તમારે નક્કી કરવાની જરૂર છે કે, તમે વધુ સારા ભવિષ્ય માટે કેવી રીતે યોગદાન આપી શકો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ વ્યવસાય ચલાવો છો, તો તમારે એક કરતા વધુ વખત ઉપયોગમાં લેવાયેલી દરેક વસ્તુને રિસાયકલ કરવા માટે વ્યાપારી રિસાયક્લિંગ સેવાઓનો સંપર્ક કરવો જોઈએ. જો તમે તમારી કરેલી ભૂલોને બદલશો નહીં, તો તમને પર્યાવરણને બચાવવાની તક નહીં મળે, પછી ભલે તમે ગમે તેટલા પ્રેરિત હોવ.
  • સોશિયલ મીડિયાનું અસ્તિત્વ એ આજના વિશ્વના સૌથી અદ્ભુત પાસાઓમાંનું એક છે. તમે પર્યાવરણીય સંરક્ષણ માટે સોશિયલ મીડિયાનો લાભ લઈ શકો છો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે વિવિધ પ્રકારની જાગૃતિ ઝુંબેશ ચલાવી શકો છો.
  • તમે તમારા સમુદાયમાં અહિંસક વિરોધનું આયોજન કરીને સ્વતંત્રતાના તમારા અધિકારનો ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે વિશ્વને બચાવવા માટે જરૂરી ફેરફારો કરવામાં એક દિવસ કરતાં વધુ સમય લાગશે. તમારે શાંતિપૂર્ણ રીતે જાગૃતિ લાવવાની જરૂર છે જેથી દરેક વ્યક્તિ એક કારણ પાછળ એક થઈ શકેઅને આપણી ઇકોસિસ્ટમનું રક્ષણ થઈ શકે.

પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે UN દ્વારા સૂચવવામાં આવેલા પગલાઓ:

  • સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન પર્યાવરણીય નુકસાનમાં ઘટાડો કરવો
  • વિવાદોને યુદ્ધમાં વધતા અટકાવો.
  • સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવી
  • યુદ્ધોમાંથી ઉદ્ભવતા સમાજોમાં કાયમી શાંતિને પ્રોત્સાહન આપવું
  • સંઘર્ષ-અસરગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓ અને કુદરતી સંસાધનો વચ્ચેના જટિલ સંબંધોને સમજવા
  • શાંતતાના સમર્થનમાં લિંગ સમાનતા, મહિલા સશક્તિકરણ અને ટકાઉ કુદરતી સંસાધન વ્યવસ્થાપનને આગળ વધારવાના પ્રયત્નો કરવા
  • ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને પર્યાવરણીય અધોગતિને રોકવા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિકસાવવી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ:

"જો આપણે ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા છે, તો આપણે પર્યાવરણીય અધોગતિ અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થતા સંઘર્ષના જોખમોને ઘટાડવા જોઈએ અને યુદ્ધની કમજોર અસરોને સમાપ્ત કરવા માટે હિંમતભેર અને તાકીદે કાર્ય કરવું જોઈએ. આપણી પૃથ્વીને નકારાત્મક અસરોથી બચાવવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ."

સ્ત્રોત:

https://www.un.org/en/observances/environment-in-war-protection-day

https://www.unep.org/news-and-stories/statements/preventing-exploitation-environment-war-and-armed-conflict

https://www.genevaenvironmentnetwork.org/resources/updates/protecting-the-environment-in-armed-conflict/

https://www.gicj.org/positions-opinons/gicj-positions-and-opinions/1283-international-day-for-preventing-the-

exploitation-of-the-environment-in-war-and-armed-conflict-nov-6

https://rwi.lu.se/blog/preventing-the-exploitation-of-the-environment/

https://www.internationaldays.org/november/international-day-for-preventing-the-protection-of-the-environment-in-

war-and-conflicts

https://www.jagranjosh.com/general-knowledge/international-day-for-preventing-environmental-exploitation-during-

armed-conflict-history-significance-purpose-1667677324-1

https://sdg.iisd.org/events/international-day-for-preventing-the-exploitation-of-the-environment-in-war-and-armed-

conflict/

https://www.cnbctv18.com/environment/international-day-for-preventing-the-exploitation-of-the-environment-in-war-

and-armed-conflict-2023-18243421.htm

https://www.europarl.europa.eu/RegData/etudes/ATAG/2023/751427/EPRS_ATA(2023)751427_EN.pdf

આ પણ વાંચો:

  1. કાશ્મીરનું 'એવિયન એરપોર્ટ' વેટલેન્ડ સૂકાવાની અણીએ, વિદેશથી ભારત આવતા પક્ષીઓ માટેનું સ્થળ નામશેષ થવાના આરે !
  2. વિશ્વ વીગન દિવસ 2024: જાણો શું છે તેના ફાયદા, ઈતિહાસ અને મહત્વ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.