ETV Bharat / state

જેતપુરના પેઢલામાં કોઝવેના પાણીમાં બાળકો અને વાલીઓ ફસાયાં પછી શું થયું જૂઓ - Jetpur Municipality

રાજકોટના જેતપુરમાં વરસાદને કારણે શાળાએ આવનજાવન માટેના કોઝવે પર પાણીના ભારે પ્રવાહે મુશ્કેલી સર્જી હતી. પાણીનો પ્રવાહ વધતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોઝવે પર ફસાતા તંત્ર દ્વારા આ તમામને જેસીબી અને ફાયર ફાઇટરમાં બેસાડી બહાર લવાયાં હતાં. Jetpur Pedhla Kendriya Vidyalay Children trapped in water of causeway Jetpur Municipality

શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઝવેના પાણીમાં ફસાયાં પછી શું થયું જૂઓ

author img

By

Published : Aug 17, 2022, 8:02 PM IST

રાજકોટ રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલાની કેન્દ્રીય વિદ્યાલય પાસેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સહિતના ફસાયા હતાં. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાણીના પ્રવાહ ઘટવાની રાહ જોતા ફસાયાં હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રવાહમાં ફસાયેલાં ઘણાં લોકો તો જીવના જોખમે પણ પસાર થયાં હતાં. અંદાજીત 300-400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતાં. જેમને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા આ તમામને જેસીબી અને ફાયર ફાઇટરમાં બેસાડી બહાર લવાયાં હતાં

આ પણ વાંચો Monsoon Gujarat 2022 જૂઓ સરદાર ડેમ સહિત રાજ્યના 207 જળાશયોમાં કેટલો થયો જળસંગ્રહ

કોઝવેના પાણીમાં બાળકો ફસાયાં પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા જેસીબી તેમજ ફાયર ટીમ બોલાવી બાળકો સહિતનાઓને આ કોઝવે પસાર કરાવવામાં આવ્યો હતો. જેતપુર નગરપાલિકાની ટીમ કેન્દ્રીય વિદ્યાલય પહોંચી હતી. વિદ્યાર્થીઓને જેસીબી અને ફાયર ફાઇટરમાં બેસાડી કોઝવે પસાર કરાવ્યો હતો. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા હતાં. જેમાં 300-400 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હતાં. જો કે હાલ તંત્રે વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવવાની કામગીરી શરૂ કરીને કોઝવે પસાર કરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો અરવલ્લીમાં સાંબેલાધાર વરસાદ, 70 ગામડાઓમાં હાઈ એલર્ટ

વાલી સંમેલનમાં ગયાં હતાં વાલીઓ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે વાલી સંમેલનમાં શાળા ખાતે ગયા હતાં. ત્યારે કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. ત્યારે તંત્ર દ્વારા તેમને કોઝવે પસાર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે આ રસ્તા પર મોટો પુલ પાસ થઈ ગયેલો છે છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યાનું સમાધાન નથી લવાતું જેથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે. Jetpur Pedhla Kendriya Vidyalay Children trapped in water of causeway Jetpur Municipality

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.