રાજકોટઃ કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચ વિજય વાળા અને જસદણમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોતી જમીન અંગે વિવાદ ચાલતો હતો.
જમીનનાં આ ઝઘડાના કારણે આજે ઈશ્વરિયા-સાણથલી માર્ગ પર ખુની ખેલ ખેલાયો હતો. સરપંચ વિજય વાળાએ તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને ઉપરા-છાપરી ત્રણ ગોળીઓ મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કોટડાસાંગાણી પોલીસ ઉપરાંત LCB, SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.