રાજકોટઃ જિલ્લા પંચાયતના વિપક્ષી સદસ્ય ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા ગોંડલ તાલુકાના વિવિધ ગામોના રોડ રસ્તાઓ માટે માટી કામ, મેટલિંગ કામ, ડામર અને સી.સી.રોડ બનવવા સહિતની વારંવાર રજૂઆત કરાઈ હતી. જેના પગલે સરકાર તરફથી સવા કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપાવટી-બંધીયા રોડ, વોરાકોટડાથી બાંદ્રા રોડ તેમજ કોલીથડથી લુણીવાવ જતા આશરે 17 કિ.મી.ના રોડ માટે રૂપિયા સવા કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં ગ્રામ્ય પંથકના લોકોમાં હરખની હેલી પ્રસરી છે.
ઉલ્લેખનીય છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી મજબૂત રસ્તાઓની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમજ અકસ્માતોનો પણ ભોગ બનવું પડતું હતું. જો કે, રાજ્યસરકાર દ્વારા ગ્રાન્ટ મંજર થતાં હવે રોડ સમસ્યાનો અંત આવ્યો છે. જેથી ગ્રામજનોમાં ખુલીનો માહોલ જોવા મળી રહ્યો છે.