ETV Bharat / state

ગોંડલ-કોટડાસાંગાણી રોડ બન્યો ગોઝારો, 15 દિવસમાં ત્રણ એક્સિડન્ટ - gujaratinews

રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ પર તુટેલા પુલ પરથી ઈકો કાર નીચે ખાબકતા ચાલકને ઈજા થઈ હતી. આ માર્ગ ખરાબ અને પુરતી પહોળાઈ ન હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકોની જીંદગી મોતના મુખમા ધકેલાતી રહે છે. ત્યારે આ માર્ગ બિસ્માર અને તુટેલો હોવાથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 7:18 PM IST

ઉલ્લેખનીય છે કે, કોટડાસાંગાણી-ગોંડલ માર્ગને 18કરોડના ખર્ચે પહોળાઈ વધારીનવીનીકરણ કરવાની સરકારે જાહેરાત કરી છે. પરંતુ હાલઆ માર્ગ પર ઠેર-ઠેર પુલની તુટેલી દિવાલ અને રોડ પર ગાબડા હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. તંત્ર આ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગત ડિસેમ્બર માસમાંકોટડાસાંગાણી-ગોંડલને જોડતા માર્ગ પર ખરેડા નજીકમાં જપંદર દિવસમા ત્રણ કારરોડ પરથીનીચે ઉતરી જવાનીઘટના સામે આવી હતી. જેમા પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ રોડ પર પાંચ મહિનાના સમયગાળામા ત્રણ વાહન ચાલકોના મોત થયા હતા.

આ રોડ પર અકસ્માત સર્જાતા હોવાથી વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતા પણ ડર લાગી રહ્યો છે. લોકો આ માર્ગને ગોઝારો માર્ગ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. ત્યારે તંત્રતાકિદે રોડ અને તુટેલા પુલની પારીઓ રીપેરીંગ કરેતે જરૂરી બન્યું છે.

R_GJ_RJT_RURAL_03_23MARCH_KOTDASANGANI_PHOTO_SCRIPT_NARENDRA

એન્કર :- રાજકોટ ના કોટડાસાંગાણી ગોંડલ માર્ગ ગોઝારો બન્યો કાર પુલ નીચે ખાબકતા ચાલક ઈજાગ્રસ્ત

વિઓ :- કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ પર તુટેલા પુલ પરથી ઈકો કાર નીચે ખાબકતા ચાલકને ઈજાઓ થવા પામી હતી આમ તો કોટડાસાંગાણી-ગોંડલ માર્ગ અકસ્માત માટે જાણીતો બન્યો છે. આ માર્ગ ખરાબ હોવાથી અને પુરતી પહોળાઈ ન હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓમા વાહન ચાલકોની જીંદગી મોતના મુખમા ધકેલાતી રહે છે આ માર્ગ બીસ્માર અને પુલ સાંકડા તેમજ તુટેલા હોવાથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવે છે જેમા વધુ એટ બનાવ બનવા પામ્યો છે કોટડાસાંગાણી ગોંડલ માર્ગ પર આવેલ પાંચીયાવદર પાટીયા નજીક તુટેલા પુલની દિવાલથી નવીજ ખરીદી કરેલી ઈકોકાર પુલની દિવાલ તુટેલી હોવાથી નીચે ખાબકતા ચાલકને ઈજાઓ થવા પામી હતી અને કારને ભારે નુકશાન આવ્યુ હતુ અત્રે ઉલ્લેખનીય છેકે કોટડાસાંગાણી ગોંડલ માર્ગને ૧૮ કરોડના ખર્ચે પહોળાઈ વધારી  નવીનીકરણ કરવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ હાલતો આ માર્ગ પર ઠેર ઠેર પુલની તુટેલી દિવાલ અને રોડ પર ગાબડા હોવાથી અવારનવાર અકસ્માત ઘટનાઓ સામે આવે છે હાલ તો તંત્ર દ્રારા આ રોડ પરના તુટેલા પુલ અને દિવાલ રીપેર કરાઈ અને માર્ગ પર પડેલા ગાબડાઓ તંત્ર દ્રારા તાકિદે બુરવામા આવે તે જરૂરી બન્યુ છે ગત ડિસેમ્બર માસમા કોટડાસાંગાણી ગોંડલ ને જોડતા માર્ગ પર ખરેડા નજીકમાજ  પંદર દિવસમા ત્રણ કાર  રોડ નીચે ઉતરીજવાની  ઘટના સામે આવી હતી.જેમા પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે આ રોડ પર પાંચ મહીનાના સમય ગાળામા ત્રણ વાહન ચાલકોના અલગ અલગ અકસ્માતમા મોત થયા હતા જેમા ગત તારીખ ૪ માર્ચના રોજ બે બાઈક વચ્ચેના અકસ્માતમા કોટડાસાંગાણી ના ભાડવા ગામના સંદિપ જગદીશભાઈ કકક્ડ અને કોટડાસાંગાણીની વાડિમા કામ કરતો પર પ્રાંતીય શૈલેષ પોતડીયાનો ખરેડા નજીક બંનેના સામસામે બાઈક અથડાતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંદિપ અને શૈલેષનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ જ્યારે અન્ય બનાવમા ગત તારીખ ૨૯-૧૦-૨૦૧૮ કોટડાસાંગાણી ગોંડલ માર્ગ પર ખરેડા નજીક ઈકો કાર નંબર GJ ૨૧ AQ ૬૧૩૮  અને સ્પ્લેન્ડર બાઈક નંબર GJ ૩ AH ૧૧૨૫ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર કોટડાસાંગાણીના જયેશ ઘુસાભાઈ સોરઠિયા અને તેનો ચાર વર્ષનો પુત્ર વેદ જયેશભાઈ સોરઠિયાને ગંભીર ઈજાઓ થતા વેદનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ આ રોડ પર છાસવારે અકસ્માત સર્જાતા હોવાથી વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતા પણ ડર લાગી રહ્યો છે અને લોકો આ માર્ગને ગોઝારો માર્ગ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. ત્યારે તંત્ર દ્રારા તાકિદે રોડ અને તુટેલા પુલની પારીઓ રીપેરીંગ કરાઈ તે જરૂરી બન્યુ છે તેમ કોટડાસાંગાણી શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ લુણાગરીયાએ જણાવ્યું હતુ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.