રંગીલા રાજકોટમાં ITI પાસ કરેલ યુવાનો માટે મનપામાં વિવિધ 23 જેટલી જગ્યાઓ માટે 825 જેટલા યુવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, ઇલેક્ટ્રોનિક સહિતના ટેક્નિશિયનો જેઓએ ITIમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
જેમને મનપા સરકારના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ પણ ચૂકવામાં આવશે. મનપામાં મોટાપ્રમાણમાં યુવકોની ભરતી યોજાશે ત્યારે કોઈ ગેરરીતિ સામે ન આવે તે માટે તંત્ર દ્વારા પણ તેકીદારી રાખવામાં આવશે