ETV Bharat / state

સિમેન્ટના ભાવમાં વધારો, તેની અસર બિલ્ડર કે મકાન ખરીદનાર પર..? જાણો આ ખાસ અહેવાલમાં...

તાજેતરમાં જ વિવિધ કંપનીઓની સિમેન્ટમાં રૂપિયા 15થી 20નો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં હાલ ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે તેમજ સિમેન્ટના ભાવ વધારાના કારણે બાંધકામ ક્ષેત્રમાં શું અસર છે તે સમગ્ર બાબતો અંગે ઈટીવી ભારત દ્વારા વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

Rajkot
Rajkot
author img

By

Published : Nov 26, 2020, 2:12 PM IST

  • સિમેન્ટમાં ભાવમાં રૂપિયા 15થી 20નો વધારો
  • સિમેન્ટના ભાવ વધે કે મજૂરી બિલ્ડરોને ફરક નથી પડતો, નવું ઘર ખરીદનારને ચિંતા
  • એક તો કોરોનાની મહામારી, ઉપરાંત મોંઘવારીનો માર

રાજકોટઃ દેશમાં વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા લોકડાઉન બાદ સિમેન્ટની એક થેલીએ રૂપિયા 15થી 20 સુધીનો વધારો કર્યો છે. સિમેન્ટનો ઉપયોગ બાંધકામ ક્ષેત્રે ખૂબ જ જરૂરી હોય છે. સિમેન્ટનો ભાવ વધે એટલે તેની સીધી અસર બાંધકામ પર જોવા મળે છે. આમ સિમેન્ટની એક થેલીએ રૂ.15થી 20નો વધારો થતાં જે રહેણાંક મકાન રૂપિયા 10 લાખમાં તૈયાર થયું હોય, તે રૂપિયા 1 થી 2 લાખ જેટલું મોંઘુ પડી શકે છે. આ રહેણાંક મકાન અથવા બાંધકામ મોંઘુ થાય તો તેની અસર બિલ્ડરો કરતા મકાન ખરીદનારા પર વધારે જોવા મળશે.

સિમેન્ટના ભાવ વધે કે મજૂરી બિલ્ડરોને ફરક નથી પડતો, નવું ઘર ખરીદનારને ચિંતા

સિમેન્ટ ભાવ વધારાની મકાન ખરીદનારા પર સીધી અસર

આ અંગે ઈટીવી ભારતે રાજકોટમાં વર્ષોથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને બિલ્ડર અજયભાઈ વાડોલીયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિમેન્ટની થેલીમાં ભાવ વધે તો સ્વાભાવિક છે કે, બાંધકામ ક્ષેત્રેમાં પણ મોંઘવારી આવે, પરંતુ આ સિમેન્ટના ભાવ વધવાને કારણે અમારા કરતા જે લોકો મકાન અથવા બાંધકામ કરાવે છે તેમના પર તેની અસર વધુ જોવા મળે છે.

મોંઘવારીથી ઘરનું ઘર લેવાનું તુટયું સપનું

આ સિવાય આ મામલે રાજકોટમાં સ્થાયી થયેલા મધ્યમ પરિવારના પ્રવીણભાઈ વિંઝુડાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મેં પણ ઘરનું ઘર લેવાનું વિચાર્યું હતું, પરંતુ સિમેન્ટ અને મજૂરીમાં વધારો આવતા સીધી જ તેની અસર તૈયાર બનાવેલા ઘર પર જોવા મળી હતી. અમે નક્કી કરેલા મકાનનો ભાવ આ ભાવ વધારા બાદ રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધી વધી ગયો છે. તેમજ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે પણ બજેટ ખોરવાયું છે. એટલે આ વર્ષે હવે તૈયાર મકાન લેવાનું અમે માંડી વાળ્યું છે. હવે આગામી દિવસોમાં પૈસાની વ્યવસ્થા થાય ત્યારબાદ નવું મકાન ખરીદવાનું આયોજન કરી રહ્યા છીએ. આમ, સિમેન્ટના ભાવ વધવાની સીધી અસર નવા મકાન ખરીદનારા પર જીવ મળતી હોય તેવી લાગી રહ્યું છે.

સામાન્ય રીતે સિમેન્ટના હાલ એક થેલીના 280થી 350 સુધીના ભાવ જોવા મળતા હોય છે. આ થેલીએ રૂપિયા 15થી 20નો વધારો થયો છે. આમ, સિમેન્ટની થેલીના ભાવમાં થયેલા વધારાની સીધી અસર મકાન ખરીદદાર પર થશે. મોંધવારીનો આ માર આશરો બનાવવાના સપના પર ભારે પડે તેવું બની શકે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.