- ભલામણના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા બાદ આખરે પ્રાધ્યાપકોની ભરતી રદ્દ કરવામાં આવી
- રાજ્યના શિક્ષણ પ્રધાને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા
- 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની ભરતી રદ્દ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીને લઈને વિવાદ થતા યુનિવર્સિટી દ્વારા હાલ પૂરતી આ ભરતીને રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ NSUI દ્વારા અધ્યાપકોની ભરતી મામલે યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભરતી મામલે સોશિયલ મીડિયા ગ્રુપમાં થયેલી વાતો લીક થઈ હતી. જે મામલે રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે રાજ્યના શિક્ષણ પ્રધાન પણ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને આખરે આ ભરતીને રદ કરવામાં આવી છે.
કુલ 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની ભરતી રદ્દ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કુલ 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની ભરતી રદ્દ કરાવામાં આવી છે. આગામી સિન્ડિકેટની બેઠકમાં અધ્યાપકોના નામ જાહેર થવાના હતા પરંતુ કેટલાક પ્રશ્નો સામે આવતા આ પ્રક્રિયા સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે. હવે પછી ભરતીની નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જીતુ વાઘણીએ આપ્યા હતા તપાસના આદેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સામે આવતા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી મામલે વિવાદ થતાં મેં યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ ભરતી મામલે સમગ્ર પ્રક્રિયા પારદર્શક, મેરીટ આધારિત અને કોઇપણ ઉમેદવારને અન્યાય ન થાય તે રીતે યોજવાની સૂચના પણ આપી હતી. જ્યારે આ મામલે અગ્ર સચિવ અને શિક્ષણ વિભાગને પણ યોગ્ય કાર્યવાહી કરવાની પણ સુચના આપી છે.
કરાર આધારિત અધ્યાપકોની ભરતી રદ કરાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયા પહેલાં ભાજપના સભ્યોના લાગતા વળગતા લોકોને નોકરી આપવા અંગેનું એક સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપની તમામ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવામાં આવી છે અને ફરીથી નવી ભરતી ભરતી પ્રક્રિયા યોજવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડી રાતે ભરતીને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે વિવાદ, જીતુ વાઘણીએ તપાસના આદેશ આપ્યા
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહી અંગેનો નિયમ ફેરવી તોળ્યો