ETV Bharat / state

Rajkot News: રામનાથ મહાદેવની 100મી ભવ્ય પાલખી યાત્રા નીકળી, હેલિકોપ્ટરથી કરાયો પુષ્પ વરસાદ - Mahadev Rajkot

રાજકોટમાં છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 100મી ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. જે જૂના રાજકોટમાં દર વર્ષ ફરે છે. આ વખતે હેલિકોપ્ટરથી મહાદેવ પર પુષ્પ વરસાદ કરવામાં આવ્યો હતો. આ વર્ણાંગીમાં 10 હજાર જેટલા લોકો જોડાયા હતા.

Rajkot News: રાજકોટમાં રામનાથ મહાદેવની 100મી ભવ્ય પાલખી યાત્રા નીકળી, હેલિકોપ્ટરથી કરાયો પુષ્પ વરસાદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 10:31 AM IST

રાજકોટમાં રામનાથ મહાદેવની 100મી ભવ્ય પાલખી યાત્રા નીકળી, હેલિકોપ્ટરથી કરાયો પુષ્પ વરસાદ

રાજકોટ: શ્રાવણ મહિનાનો કાલે છેલ્લો સોમવાર હતો. એવામાં રાજકોટમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની વર્ણાંગી યોજાઇ હતી. આ વર્ણાંગી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 100મી વર્ણાંગી યોજાઇ હતી. જેમાં રામનાથ મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એવામાં આજે યોજાયેલી 100મી વર્ણાંગીમાં રામનાથ મહાદેવ પર પુષ્પોથી વરસાદ કરવામાં આવ્યો હતો. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ વર્ણાંગીમાં 10 હજાર જેટલા લોકો જોડાયા હતા

100મી વર્ણાંગી યોજાઇ: રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટવાસીઓને ખૂબ જ આસ્થા છે. એવામાં દર વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીં રામનાથ મહાદેવની વર્ણાંગી યોજાય છે. જે જુના રાજકોટમાં ફરે છે. ત્યારે આ વર્ણાંગી દરમિયાન રાજકોટવાસીઓ પણ મોટા પ્રમાણમાં અહીં ઉમટી પડે છે. ત્યારે આ અંગે રામનાથ મહાદેવના શિવભક્ત એવા અમિત રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "રામનાથ મહાદેવની વર્ણાંગીના આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. જેના ભાગરૂપે અહીં રામનાથ દાદા પર હેલિકોપ્ટરમાંથી પુષ્પ વરસાદ કરવામાં આવ્યો છે. જ્યારે હાલ આ વર્ણાંગીમાં 10 હજાર જેટલા લોકો જોડાયા હતા.

હેલિકોપ્ટરથી કરાયો પુષ્પ વરસાદ
હેલિકોપ્ટરથી કરાયો પુષ્પ વરસાદ

આ છે રામનાથ મહાદેવનો ઇતિહાસ: રામનાથ મહાદેવના ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીં સ્વયંભૂ મહાદેવની મૂર્તિ છે. જ્યારે વર્ષો પહેલા રાજકોટમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. તે સમયે રાજકોટના રાજા લાખાજી રાજ દ્વારા રામનાથ મહાદેવના પ્રાર્થના કરવામાં આવી હતી કે જો રાજકોટમાં પ્લેગનો રોગ નાબૂદ થાય તો તેમની વર્ણાંગી એટલે કે પાલખી યાત્રા રાજકોટમાં યોજવામાં આવશે. જ્યારે રાજકોટમાંથી આ પ્લિગ્નો રોગ દૂર થયો હતો. ત્યારથી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની પાલખી યાત્રા યોજવામાં આવે છે. જે હાલ જુના રાજકોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફરે છે અને તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાય છે.

  1. Somnath Mahadev Temple : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
  2. Somnath Mahadev: ચંદ્રયાનની સફળતા સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન રૂપે કરાઈ સ્થાપિત, શિવ ભક્તોએ મહાદેવના કર્યા દર્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.