ETV Bharat / state

Rajkot Crime News : માંધાતા ગ્રુપની રેલીમાં જોખમી બાઇક સ્ટંટ, રેલનગરમાં આવારા તત્વોનો આતંક - અસામાજિક તત્વોનો આતંક

રાજકોટમાં અસામાજિક તત્વોનો ભય ફેલાવવાનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે. શુક્રવારે માંધાતા ગ્રુપ દ્વારા રેલી (Rally of Mandhata group ) યોજાઇ હતી. જેમાં કેટલાક યુવાનો જોખમી બાઇક સ્ટંટ કરતાં (Rajkot youth Bike Stunts in Public Rally )નજરે પડ્યાં હતાં. તો રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક મચાવતાં હોવાનું સામે આવ્યું છે.

Rajkot Crime : માંધાતા ગ્રુપની રેલીમાં જોખમી બાઇક સ્ટંટ, રેલનગરમાં આવારા તત્વોનો આતંક

author img

By

Published : Jan 21, 2023, 5:54 PM IST

રાજકોટ પોલીસની આવા તત્વોને કાબૂમાં લેવામાં ઉદાસીનતા

રાજકોટ : માંધાતા ગ્રુપ દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલીમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જે દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આ રેલીમાં સ્ટંટ કરવામાં આવ્યા હતાં. બાઈક સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે આ પ્રકારે જીવલેણ સ્ટંટ કરવામાં આવતા અનેક લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. જ્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, પરંતુ આ પ્રકારના બાઈક સ્ટંટના વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાઈક સ્ટંટના વિડીયો રાજકોટના સંત કબીર રોડ વિસ્તારના હોવાનું ચર્ચા રહ્યું છે.

આ પણ વાંચો રાજકોટમાં મહિલાઓના પ્રશ્ને લોક દરબાર યોજાયો, પીડિત મહિલાઓને ન્યાયની આશા

અસામાજિક તત્વોનો આતંક : રાજકોટમાં હવે પોલીસનો ખૌફ ઓસરતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવરાતત્વો બેફામ બની રહ્યા છે. શહેરમાં અનેક વખત જોખમી સ્ટંટ સાથે વિડિયો બનાવતા યુવાનો નજરે પડે છે તો ક્યારેક જાહેરમાં મારામારીના બનાવ સામાન્ય બની ગયા છે. ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં લુખ્ખા તત્વો તોડફોડ કરતા હોવાનો એક વિડીયો વાઇરલ થયો છે. રેલનગરના શક્તિ ટી સ્ટોલ પાસે કેટલાક યુવાનો પથ્થર અને લાકડી વડે રાત્રે તોડફોડ કરી રહ્યાના CCTV ફૂટેજ પ્રકાશમાં આવ્યા છે. ઘટનાને પગલે રેલનગર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જ્યારે આ તોડફોડ કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી.

તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ : રાજકોટ પોલીસ દ્વારા હજુ સુધી કાર્યવાહી નથી કરાઈ. રાજકોટમાં એકતરફ બાઈક સ્ટંટના વિડીયો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ રેલનગર વિસ્તારમાં એક ટી સ્ટોલની દુકાનમાં તોડફોડ કર્યાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પરંતુ રાજકોટ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તોડફોડ કયા કારણોસર કરાઈ તે હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસની કામગીરી પર અનેક સવાલો : બીજીતરફ સ્થાનિકો પણ પોલીસ કાર્યવાહી કરે તેની રાહ જોઈને બેસી રહ્યા છે. શહેરમાં એક બાદ એક આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો બેફામ બન્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ મામલે પોલીસ તપાસ કરશે ત્યારે તોડફોડનું સાચું કારણ શું છે તે બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.