ETV Bharat / state

Rajkot News : MPથી રાજકોટ લગ્નમાં આવેલી મહિલાનું રાસ રમતમાં હાર્ટએટેકથી મૃત્યુ - Wife from MP dies of heart attack

MPથી રાજકોટ લગ્નમાં આવેલી મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. લગ્નમાં રાસ રમતી વખતે મહિલાને બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.

Rajkot News : MPથી રાજકોટ લગ્નમાં આવેલી મહિલાનું રાસ રમતમાં હાર્ટએટેકથી મૃત્યુ

author img

By

Published : Feb 11, 2023, 6:13 PM IST

રાજકોટ : રંગીલા રાજકોટમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હતી. મધ્યપ્રદેશથી રાજકોટ પરિણીતા ભાઈના લગ્નમાં આવી હતી. લગ્નના દાંડિયારાસ રમતી વખતે અચાનક તે બેભાન થઇ ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી, પરંતુ તબીબી તેને મૃત જાહેર કરતા પરિવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી. ત્યારે આ પરણીતાનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

માસિયાર ભાઈના લગ્નમાં આવી હતી પરિણીતા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સ્‍ટેશન પ્‍લોટ-7 માં આવેલા શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળની જગ્‍યા પર લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં પરિણીતાના માસિયાર ભાઈ આદિત્‍ય દિનેશભાઇ દુદકીયાના લગ્ન હતા. જેમાં રાતે આ સ્‍થળે દાંડિયા રાસ યોજાયા હતા. જેમાં સૌ સ્‍નેહીજનો ઉમંગભેર રાસ રમી રહ્યા હતાં. લગ્ન દરમિયાન દાંડિયારાસ રમતા મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા અંકિતાબેન પાર્થભાઇ ચંદ્રેશા નામની મહિલા અચાનક બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને તાત્કાલિક કે.જે વિરસોડિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો : Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ

હાર્ટએટેકથી થયું પરિણીતાનું મૃત્યુ નિપજ્યું : મધ્યપ્રદેશના ઈન્દોરની પરિણીતા અચાનક દાંડિયા રાસ રમતા રમતા બેભાન થઈ નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું, પરંતુ આ પરિણીતાનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે મહિલાનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બીજી તરફ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકના PI કે.એન. ભુકાણે ETV Bharat ને ટેલિફોનિક વાતચીતમાં મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat Accident : લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, બ્રિજ પર ફિલ્મી ઢબે અકસ્માત

આ પહેલા લગ્ન માતમમાં ફેરવાયો : આ ઉપરાંત હજુ થોડા સમય પહેલા સુરત શહેરના પાલ ઉમરા બ્રિજ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઉમરા તરફથી આવતી ઇકો કાર ચાલક એકટીવા સાથે અથડાતા એકટીવા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. દંપતી એકટીવા પર સ્નેહીજનોની ત્યાં લગ્ન પ્રસંગ માણવા માટે જતા હતા અને રસ્તામાં અકસ્માત મૃત્યુ થતાં ત્યાં પણ લગ્ન માતમમાં ફેરવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.