ETV Bharat / state

મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 5 લાખની માંગણી કરનાર મહિલા ASIની ધરપકડ

author img

By

Published : Oct 15, 2020, 12:18 PM IST

મોરબીમાં પાંચ દિવસ અગાઉ મોરબીના વેપારી સંજય હીરાભાઈ સૌમૈયાને મહિલા દ્વારા હનીટ્રેપમાં ફસાવીને મહિલા સહિત 5 જેટલા ઈસમોએ વેપારી પાસે રૂપિયા 5 લાખની ઉઘરાણી કરી હતી. જે મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા પાંચેય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

Rajkot woman ASI arrested
મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખની માંગણી, રાજકોટ મહિલા ASIની ધરપકડ

રાજકોટ: મોરબીમાં પાંચ દિવસ અગાઉ વેપારી સંજય હીરાભાઈ સૌમૈયાને મહિલા દ્વારા હનીટ્રેપમાં ફસાવીને મહિલા સહિત 5 જેટલા ઈસમોએ વેપારી પાસે રૂપિયા 5 લાખની ઉઘરાણી કરી હતી. જે મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા પાંચેય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા ASI તૃષા રામજીભાઈ બુહાની ધરપકડ કરી છે. આ મહિલા ASI હનીટ્રેપ મામલે માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીમાં સનાળા રોડ પર ગાંઠિયાની દુકાન ચલાવતા સંજય હીરાભાઈ સૌમૈયાને અલ્પા મારડિયા નામની મહિલા દ્વારા પ્રેમજાળમાં ફસાવીને રાજકોટના નાણાવટી ચોક ખાતે મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ અહીં મહિલાના પતિ તેમજ અન્ય ત્રણ શખ્સોએ ભેગા મળીને વેપારીને ડરાવી ધમકાવીને હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરી હતી. બાદમાં 2 લાખમાં સેટિંગ કરી 22500 રૂપિયા પડાવી લેવાનો ગુન્હો નોંધાયો હતો. જેને લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસે જે તે વખતે આશીષ દિનેશભાઇ મારડિયા, તેની પત્ની અલ્પાબેન મારડિયા, આશીષના સ્પામાં નોકરી કરતા મૂળ અણીયારાના જય સુરેશભાઈ પરમાર, તેમજ ઘટના સ્થળે PSI, રાઇટર બનીને આવેલા બે GRD જવાન શુભમ નીતિનભાઈ શીશાંગીયા અને રિતેશ ભગવાનજીભાઈ ફેફરની ધરપકડ કરી હતી.

આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરતા રાજકોટના તાલુકા પોલીસ મથકમાં નોકરી કરતા મહિલા ASI તૃષા રામજીભાઈ બુહાની પણ સંડોવણી બહાર આવી હતી. જેમાં સામે આવ્યું છે કે, આ શખ્સોએ તોડ કર્યા બાદ વેપારીને તાલુકા પોલીસ મથકે લઈ જઈ માસ્કનો કેસ મહિલા ASIએ કરી નાખ્યો હતો. બંને GRD જવાને વેપારીને મહિલા ASIને સોંપતા તેણ પોતાની હદ ન હોવા છતાં ભવિષ્યમાં તપાસ થાય તો બચવા માટે થઈને ખોટો કેસ ઉભો કરી દીધો હતો. હાલ તો રાજકોટમાં આ હનીટ્રેપ મામલે મહિલા ASIની સંડોવણી બહાર આવતા શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.