રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજકોટ મહાનગપાલિકા દ્વારા શહેરમાં CMની ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના આજીડેમ વિસ્તારમાં રાજ્યના પ્રથમ અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટને ખુલ્લો મૂકીને CMના હસ્તે અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યાં હતાં. જેમને રાજકોટ મહાનગપાલિકાની સિટી બસમાં લાવવામાં આવ્યા હતા. જો કે આ વિદ્યાર્થીઓને કેવી રીતે બસમાં લાવવામાં આવ્યા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સિટી બસના દરવાજામાં વિદ્યાર્થીઓ ટીંગાઈ રહ્યા છે. જ્યારે બસની અંદર વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરવામાં આવ્યા છે. વીડિયો જોઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?