રાજકોટ હાલમાં વિશ્વમાં ચીન સહિતના દેશોમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં ભારતમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. જ્યારે કોરોનાને લઈને લોકો પણ વેક્સિન મૂકાવવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની વેક્સિન નહિ હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજકોટ કોર્પોરેશનને 6500 જેટલા કોવિશિલ્ડના ડોઝ ફાળવવામાં આવ્યા છે. હવે વિવિધ આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે અને નાગરિકોને આપવામાં આવશે.
આ પણ વાંચો કયા દેશને કોરોનાની કઈ વેક્સિનના નકલી ડોઝ મળ્યા? જુઓ
200 ડોઝ મોકલવામાં આવશે રાજકોટ કોર્પોરેશનને 6500 ડોઝ કોવિશિલ્ડના રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. જ્યારે હવે કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવતા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં દૈનિક 200 ડોઝ મોકલવામાં આવશે. જેને લઈને શહેરીજનોને મોટાપાયે આ ડોઝ આપી શકાય. ઉલ્લેખનીય છે કે રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી રાજ્ય સરકાર પાસે કોરોનાની વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. જેને લઈને હવે સરકાર દ્વારા 6500 જેટલા કોવિશિલ્ડના ડોઝ ફાળવવામાં આવ્યા છે. ત્યારે હવે જે પણ લોકોને પ્રિકોશન ડોઝ બાકી હશે. તેમને સહેલાઈથી વેક્સીનનો ડોઝ મળી રહેશે.
કોવેક્સીનના ડોઝ રાજકોટમાં એક મહિના અગાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સિન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે શહેરીજનો પણ કોરોનાની વેક્સિન લેવા જતા હતા. ત્યારે વેકસીનો ડોઝ તેમને મળતો નહોતો. પરંતુ ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અગાઉ કોવેક્સીન રાજકોટ કોર્પોરેશનને ફાળવવામાં આવી હતી. ત્યારબાદ હવે સરકાર દ્વારા કોવિશિલ્ડનો જથ્થો પણ રાજકોટ કોર્પોરેશનને મોકલવામાં આવ્યો છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા જે લોકોને બાકી છે નાગરિકોને કોવિશિલ્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મોટાભાગના લોકોને આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિશિલ્ડ આપવામાં આવી હતી. જેને લઇને મોટા પ્રમાણમાં લોકોને પણ કોવિશિલ્ડની જરૂરિયાત રહેતી હતી.
આ પણ વાંચો Covid-19 vaccine: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ : સ્ટડી
આરોગ્ય કેન્દ્રમાં મોકલાશેઃ આ સ્ટોક આવ્યા બાદ સૌ પ્રથમ જે તે આરોગ્ય કેન્દ્રમાં રસીનો સ્ટોક ફાળવવામાં આવશે. જોકે, આ અંગે એક ટીમ તૈયાર કરવામાં આવે છે. જે આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિન પહોંચાડશે.