ETV Bharat / state

Rajkot Rain: ઉપલેટામાં ભારે વરસાદના ગરીબ પરિવાર બેઘર, દીવાલ અને છત ધરાશાયી - undefined

રાજકોટના ઉપલેટામાં સોમવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું જેમાં સવારથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં પડેલા ધોધમાર વરસાદથી શહેરના એક ગરીબ પરિવારનું ઘર ધ્વસ્ત થતાં પરિવાર બેઘર અને લાચાર બન્યો છે.

Rajkot Rain: ઉપલેટામાં ભારે વરસાદના ગરીબ પરિવાર બેઘર, દીવાલ અને છત ધરાશાયી

author img

By

Published : Jul 11, 2023, 6:56 AM IST

Updated : Jul 11, 2023, 2:58 PM IST

Rajkot Rain: ઉપલેટામાં ભારે વરસાદના ગરીબ પરિવાર બેઘર, દીવાલ અને છત ધરાશાયી

રાજકોટ: ઉપલેટામાં સોમવારે સવારથી ધીમીધારે અને ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. સવારથી સાંજ સુધીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદને લઈને ઉપલેટા શહેરના ગાઘા રોડ પાસે આવેલ એક ગરીબ પરિવારના રહેણાંક મકાનની છત અને દિવાલ ધરાશાઈ થઈ છે. જેના કારણે એક ગરીબ પરિવાર છતવિહોણો થયો હતો. તેમની ઘરવખરી પણ પાણીમાં વહી ગઈ હતી. બેઘર થયેલ પરિવારે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં પોતાની વ્યથા ઠલવી હતી.

શું કહે છે મકાન માલિકઃ ધરમશી પરમારે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે તેમનો રહેણાંકનો આશરો છીનવાઈ ચૂક્યો છે આ સાથે જ તેમની ઘરવખરી અને સરસામાન પણ વરસાદી પાણીમાં તણાઈ ચૂક્યો છે. આ સાથે છે જ ઘરના વૃદ્ધા શાંતાબેન પરમાર પણ જણાવે છે કે, સવારથી પડે રહેલા વરસાદના કારણે તેમનો રહેણાંકનો આશરો છીનવાઈ ચૂક્યો છે. ખાણી-પીણી અને અનાજ પણ પાણીમાં વહી જતા મોટી નુકસાની થઈ છે. તંત્ર રહેવા માટે આપે તો સારૂ.

સતત પડી રહેલા વરસાદને કારણે આ કાચું મકાન હતું એની દિવાલ પડી ગઈ છે. છત પણ તૂટી ગઈ છે. ઘરનો કેટલોક સામાન પલડી ગયો છે તો કેટલોક સામાન પાણીમાં વહી ગયો છે. વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘરમાં અંદર જવું મુશ્કેલ બની ગયું છે. પાણી સતત ભરાઈ રહેવાને કારણે રોગાચાળાનો ભય સતાવી રહ્યો છે. ---ધરમશીભાઈ (મકાનમાલિક)

મોટી આગાહીઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં આ વરસાદની સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત પાંચ ઇંચથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઉપલેટા શહેરના ગાધા રોડ પાસેના એક ગરીબ પરિવારના રહેણાંક મકાનની છત અને દિવાલ ધરાશાયી થઈ છે. હાલ આ પરિવાર ઘરવખરી અને સર સામાન વગરનું થઈ ચૂક્યું હોવાનું પણ પરિવારે જણાવ્યું છે.

  1. Rajkot Rain: ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂર, મહાદેવની શિવલિંગને કુદરતી જળ અભિષેક
  2. Rajkot Rain: રાજકોટમાં મેઘમહેર, ફોફળ ડેમ ઓવરફ્લો, ભાદર-2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા

Last Updated : Jul 11, 2023, 2:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.