થાણે/ રાજકોટઃ મુંબઈના થાણેની અંદર આવેલી હોટલમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઉદ્યોગપતિની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી કરપીણ હત્યા દેતા ચકચાર મચી ગઈ છે. ઉપલેટાના ઉદ્યોગપતિ કારાભાઈ રામભાઈ સુવાની હત્યા થઈ છે. થાણે ખાતે આવેલી હોટલની અંદર તેમની કરપીણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આ વ્યક્તિ પર ઘાતક હથિયારથી ચેહરા પર તેમજ ગરદન પર તીક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ થઈઃ આ હત્યા વેઇટર દ્વારા કરવામાં આવી હોવાની પણ હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે. હત્યા બાદ મૃતક કારાભાઈના મૃતદેહને મુંબઈથી ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોતાના વતન લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં થાણેના સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધની હોટલના વેઈટર દ્વારા અગમ્ય કારણોસર તીક્ષ્ણ છરી વડે હત્યા કરવામાં આવી છે.
કેસ દાખલ થયોઃ આ ઘટના શનિવાર ના રોજ તા. 27-05-2023 ના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાની પણ વિગતો સામે આવી છે જેમાં પોલીસ હાલ વેઈટર વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી દીધો હોવાની માહિતીઓ સામે આવી છે. હત્યારની બાબતે થાણેનગરના પીઆઈ જયરાજ રાણાવારેનો સંપર્ક કરતા તેમને સમગ્ર બાબતની તપાસ પીઆઈ અનિલ ટકસંડે ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈના થાણે સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલમાં થયેલી હત્યાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાલ પોલીસ દ્વારા હત્યાના આ બનાવની અંદર વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી હત્યાને લઈને તપાસ શરૂ કરી છે. મૃતક કારાભાઈ રામભાઈ સુવા ગુજરાત રાજ્યના વતની છે. પ્રિન્સ હોટેલના રૂમ નંબર 303 માં રોકાયા હતા. આ બાબતે હોટલના રિસેપ્શન સ્ટાફ દિલીપકુમાર ભરતકુમાર પલ્લાઈને જાણ થતાં તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.---અનિલ ટકસંડે (પીઆઈ, થાણે)
વેઈટર સામે ગુનોઃ પોલીસે વેઈટર રાજન શર્મા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રથમ નજરે જ સ્પષ્ટ થાય છે કે, હોટલમાં કામ કરતા વેઈટર રાજન શર્માએ કોઈ અગમ્ય કારણોસર તેની ગરદન અને ચહેરા પર હથિયાર વડે ઘા મારીને ગંભીર ઈજા કરી છે. તેની હત્યા કરી નાખી છે. આ હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. જો કે હાળ થાણે નગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉપલેટાના વડીલ આહીર આગ્રહી અને ઉદ્યોગપતિનું અવસાન થતાં તેમના નિવાસ્થાને અંતિમયાત્રા માટે શહેર સ્વજનો તથા જાણીતા લોકો એમની સ્મશાન યાત્રામાં જોડાશે.