ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો, રેસ્ક્યુ કરાયો

રાજકોટમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. અંબિકા ટાઉનશીપમાં સાંજના સમયે ભૂગર્ભ ગટરમાં અચાનક એક આખલો ખાબક્યો હતો. જોકે તે અંદર ફસાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકો એકઠા થયા હતા. આખલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આખલો બહાર નીકળી શક્યો નહોતો. જેના કારણે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનની ટીમને જાણ કરવામાં આવી હતી.

Rajkot News: રાજકોટમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો, રેસ્ક્યુ કરાયો
Rajkot News: રાજકોટમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો, રેસ્ક્યુ કરાયો
author img

By

Published : Mar 5, 2023, 9:36 AM IST

રાજકોટઃ રાજકોટ મનપાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા તેમાં આખલો ખાબક્યો હતો. જો કે આ આંખલો ખાબકવાની ઘટના સામે આવતા વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા. ત્યારબાદ કોર્પોરેશનને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેને લઇને કોર્પોરેશનની ટીમ દ્વારા આખલાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

રેસ્ક્યુ કરવામાં આવ્યું: અંબિકા ટાઉનશીપમાં સાંજના સમયે ભૂગર્ભ ગટરમાં અચાનક એક આખલો ખાબક્યો હતો. જોકે તે અંદર ફસાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકો એકઠા થયા હતા. આખલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આખલો બહાર નીકળી શક્યો ન હતો. જેના કારણે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનના કર્મચારીઓએ આ આખલાને રેસ્ક્યુ કરાવ્યો હતો. ભારે મહેનત બાદ અંતે આખલાને આ ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેને લઇને સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

વિસ્તારોમાં આ સમસ્યા: રાજકોટ શહેરની ગણના આમ તો સ્માર્ટ સિટીમાં થાય છે. પરંતુ સ્માર્ટ સિટીમાં વારંવાર કોર્પોરેશનની આ પ્રકારની બેદરકારી સામે આવે છે. ત્યારે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે. હાલ તો આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે આખલો અંદર પડ્યો હતો. પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિ અંદર પડી હોટ અને તેને ઈજા પહોંચી હોત, તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોર્પોરેશન દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તે સમય દરમિયાન એક બાઈક સવારનું આ સ્થળે ખાડામાં પડી જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે હવે ભૂગર્ભ ગટરમાં આખલો પડી જવાની ઘટના સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.