રાજકોટ : ચીખલીયા ગામ આસપાસ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉપલેટા શાળાએ અભ્યાસમાં જવા માટે ST વિભાગે અચાનક ખરાબ રસ્તાના કારણે બસ બંધ કરી દીધી હતી. બસ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને ચાર કિલોમીટર ચાલી અને અન્ય ગામથી સવારી માટેની બસ પકડવી પડતી હતી. વિદ્યાર્થીઓની સમસ્યા અને વાલીઓની તકલીફોને લઈને ETV BHARAT દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ST વિભાગે તુરંત બંધ કરેલી બસને શરૂ કરી દેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી છે.
ઉપલેટા અભ્યાસ માટે જાય છે બાળકો : ચીખલીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઉપલેટા ખાતે ST બસમાં આવતા હતા. જેમાં ખરાબ રસ્તાના કારણે ST વિભાગના ઉપલેટા ડેપો દ્વારા અહીંયા ચાલતી બસને અચાનક બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓની અને વાલીઓની રાવ ઉઠી હતી. જેમાં વિદ્યાર્થીઓને વાલીઓએ જણાવ્યું હતું કે, પરિવહન માટેના પાસના પૈસા વસૂલ કર્યા છતાં પણ બસની સુવિધા નથી. તેના કારણે વાલીઓને ઉપલેટા સુધી મુકવા જવું પડે છે. બસ નહીં આવતા અહિયાના વિદ્યાર્થીઓ ચાર કિલોમીટર ચાલી અને અન્ય ગામેથી બસ પકડતા હતા. આ પ્રકારની સમસ્યા અને તકલીફને લઈને ETV BHARAT દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ST વિભાગ ઝૂંક્યું છે. અચાનક બંધ કરેલી બસને ફરી વખત શરૂ કરાતા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી છે.
વાલીઓએ ચિમકી ઉચ્ચારી હતી : વાલીઓ-વિદ્યાર્થીઓ દ્વારા બસ બંધ કરી દેવાતા રાવ કરવામાં આવી હતી. જેમાં આ સમસ્યાને લઈને ETV BHARAT દ્વારા ગત તારીખ 15 જુલાઈ 2023ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ સોમવારથી બસ શરૂ નહીં કરવામાં આવે તો શાળાએ જ જવાનું બંધ કરી દેશે અને વાલીઓ પણ બાળકોને શાળાએ જવાનું બંધ કરાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ETV BHARATના પ્રસિદ્ધ બાદ બસ શરુ થતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. - વિદ્યાર્થી
ખુશીનો માહોલ : આ ઉપરાંત જો બસ શરૂ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો અને ચક્કાજામ કરવાની વાલીઓ-વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે પ્રસિદ્ધ કરેલા ETV BHARAT ના અહેવાલથી તંત્ર સફાળે જાગ્યું છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પડતી સમસ્યા સામે જુકી અને તારીખ 17 જુલાઈને સોમવારથી ફરી બસ શરૂ કરી છે. આ બસ સેવા શરૂ કરાતા અહીંયા વિદ્યાર્થીઓની અને વાલીઓની સમસ્યાનું ETV BHARAT ના અહેવાલ પ્રસિદ્ધ બાદ નિરાકરણ આવ્યું હોવાનું વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.