રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને લઈને વડાપ્રધાન મોદી દ્વારા ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લૉકડાઉનનો રાજ્યની પોલીસ ચુસ્ત પણે અમલ કરાવી રહી છે.
એવામાં રાજકોટના એક એસીપી દ્વારા આ કોરોનાની મહામારી પર એક નાની એવી કવિતા લખી છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. રાજકોટના એસી.એસટી સેલમાં ફરજ બજાવતા એસીપી એસ.ડી પટેલ દ્વારા આ કવિતા લખવામાં આવી છે. જેને પ્રકૃતિ કી પુકાર નામનું શિર્ષક આપવામાં આવ્યું છે અને કોરોના નામની મહામારીના જંગ સામે વિશ્વ અને પ્રકૃતિનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે.
એક પોલીસ અધિકારી દ્વારા લખવામાં આવેલી કવિતા રાજકોટમાં વાઈરલ થઈ રહી છે. એક તરફ પોલીસ જવાનો લૉકડાઉનનો કડક પણે અમલ કરવી રહ્યા છે અને બીજી તરફ તેઓ આ મહામારીનું વર્ણન પોતાના શબ્દોમાં કરી રહ્યા છે.