રાજકોટ: પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી.
આ અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફ જસદણમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, જસદણમાં રહેતો દિપક રવેયા કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ભડલી ગામે શિવમ ક્લિનીક નામે દવાખાનું ચલાવે છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી ગ્લુકોઝના બાટલાઓ, ઇન્જેક્શન તથા સીરીજ, જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત 6631/- સાથે મુદામાલ ઝપ્ત કરી ડોક્ટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.