રાજકોટ : રાજ્યમાં ખાનગી શાળાઓ બેફામ બની ફીમા વધારો કરીને વાલીઓને લૂંટી રહી હોવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, ત્યારે રાજકોટમાં ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં શહેરની SNK સ્કૂલ દ્વારા સ્કૂલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે SNK સ્કૂલના વાલીઓ દ્વારા FRC કમિટીને રજૂઆત કરવામાં આવી હતી. આ ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat Accident News : સુરતમાં સ્કૂલ બસની અડફેટે 7 સાત વર્ષના બાળકનું મોત, ડ્રાયવર પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો
ખોટા બિલો ઉભા કરીને ફીમાં કર્યો વધારો : SNK સ્કૂલમાં ફીમાં વધારો કરવામાં આવતા આ મામલે મોટી સંખ્યામાં વાલીઓ FRC કમિટીને રજૂઆત માટે દોડી આવ્યા હતા. ત્યારે આ અંગે જયપાલસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, અમે SNK સ્કૂલના અલગ અલગ વર્ગના વાલીઓ દ્વારા FRCને રજૂઆત કરવા માટે આવ્યા છે. જેમાં SNK સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને તે પણ FRC કમિટીના ઓર્ડર પ્રમાણે કરવામાં આવ્યો છે. ત્યારે આ ઓર્ડર જોતા ઓર્ડરમાં જે પણ કઈ ક્ષતિઓ રહી ગઈ છે. જેમાં અમુક ખર્ચા બતાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને વ્યાજબી ન હોય તેવા ખર્ચા બતાવવામાં આવ્યા છે. જેનો અમે વિરોધ કરવા આવ્યા છીએ અને આ મામલે રજુઆત કરી છે.
આ પણ વાંચો : Rajkot News: શિક્ષકે વિદ્યાર્થીને I LOVE YOU કહ્યું, ગણીત સમજાવવા કર્યું આવું
હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું : જ્યારે આ મામલે FRC કમિટીના સભ્ય એવા અજય પટેલે જણાવ્યું હતું કે, અત્યારે જે શાળાની ફીમાં વધારાનો મામલો સામે આવ્યો છે. જેમાં હકીકત આ પ્રમાણેની છે કે વર્ષ 2018-19 માં જ્યારે FRC કમિટીનું ગઠન થયું ત્યારેથી FRC દ્વારા ઘણી બધી શાળાઓની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે આમાંથી કેટલીક શાળાઓ હાઇકોર્ટમાં ગઈ હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આ મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો કે એ FRC દ્વારા અમુક ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અથવા નામંજૂર કર્યા છે. તેની યોગ્ય તપાસ કરીને ફરીથી તેને જોવામાં આવે તે પ્રમાણેની માર્ગદર્શિકા આવ્યા બાદ FRC દ્વારા ફીને લઇને ઓર્ડર કરવામાં આવ્યો હતો.