રાજકોટ: મહાનગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને શુકવારે રૂપિયા છ હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ પકડી પાડ્યા હતા. સેનેટરી ઇન્સ્પેક્ટર રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કાયમી સ્વિપરની હાજરી પુરવા માટે રૂપિયા 7 હજારની લાંચ માંગી હતી પરંતુ અંતે 6000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ મામલે સ્વિપરે રાજકોટ એસીબીમાં અરજી કરી હતી અને એસીબીએ છટકું ગોઠવીને સેનેટરી ઇન્સ્પેક્ટરને છ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા હતા.
એસીબીના હાથે ઝડપાયેલા સેનેટરી ઇન્સ્પેક્ટર મૃગેશ આબાદસિંહ વસાવા વર્ગ-3ની પોસ્ટ પર ફરજ બજાવે છે. હાલ રાજકોટમાં મનપા કર્મચારી એસીબીની ઝડપે આવતા અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.