ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય પોલીસ હત્યાના આરોપી અંગે માહિતી આપનારને 15 હજારનું ઈનામ આપશે - રાજકોટ ગ્રામ્ય પોલીસ

જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં માર્ચ મહિનામાં હત્યાનો બનાવ સર્જાયો હતો. જેનો આરોપી આજ સુધી પોલીસના હાથે ઝડપાયા નથી. ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડવામાં મદદ કરનારને 15 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ હત્યાના આરોપી અંગે માહિતી આપનારને 15 હજારનું ઈનામ આપશે

author img

By

Published : May 31, 2021, 7:47 PM IST

  • માર્ચ મહિનામાં થઈ હતી હત્યા
  • ઘરમાં ઘૂસીને કરવામાં આવી હતી હત્યા
  • બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે

રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામમાં ઘરમાં ઘૂસીને હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ પીપળા ગામે રહેતા ભાવેશ ઉર્ફે મનો કેશુભાઈ મોરબીયાની હત્યા તે પોતે પોતાના ઘરે સૂતો હતો, ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં ઘૂસીને છરી જેવા હથિયારના ઘા મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ મોતની ઘટના 28 માર્ચ 2020ના રોજ બની હતી. જેમાં મરણ જનારા ભાવેશ ઉર્ફે મુનો કેશુભાઈ મોરબીયાની રાત્રે સાડા ત્રણ વાગ્યે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

જેતપુર તાલુકા પોલીસ દ્વારા કાયદાની વિવિધ કલમો હેઠળ નોંધાયો છે ગુનો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે. બાંટવા ચલાવે છે. જેમાં આરોપીની આજદિન સુધી તપાસ કરતા મળી આવેલ ન હોવાથી આ અંગે ગુનો કરનાર આરોપી બાબતે કોઈ સ્પષ્ટ માહિતી આપશે તેને રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી રોકડ રૂપિયા 15 હજારનું ઈનામ આપવામાં આવશે અને આ માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.

પોલીસ દ્વારા નીચેના સંપર્ક નંબરો પર માહિતી આપવાની કરવામાં આવી અપીલ

1. બલરામ મીણા- પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય મો.નં.- 9978405080

2. સાગર બાગમાર મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુર ડિવિઝન મો.નં- 7503551080

3. એ.આર. ગોહિલ પોલીસ ઈન્સ્પેકટર LCB શાખા રાજકોટ ગ્રામ્ય મો.નં- 9913170139

4. પી.જે. બાંટવા પોલીસ સબ ઈન્સ્પેકટર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન મો.નં- 9925256562

5. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નં.- 02823220661

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.