ETV Bharat / state

ગોંડલમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એકને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધો

હાલમાં IPL T-20 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સટ્ટોડિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એમ લાઈવ મેચ પર સટ્ટો રમી અને રમાડી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ પોલીસ દ્વારા આવા સટ્ટો રમતા અને રમાડતા વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં રાજકોટ ગ્રામ્ય LCBએ એક સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લીધો છે.

IPL ક્રિકેટ મેચ પર સટ્ટો
IPL ક્રિકેટ મેચ પર સટ્ટો
author img

By

Published : Nov 7, 2020, 6:17 PM IST

  • ગોંડલ ગુંદાળા દરવાજા પાસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો
  • મોબાઈલ ફોનમાં એપ્લિકેશન દ્વારા લાઈવ સ્કોર પર સટ્ટો રમતો હતો
  • 3 મોબાઇલ સહિત 21,050નો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: ગોંડલ LCBની ટીમે સટ્ટો રમતા એકની ધરપકડ કરી છે. LCB પોલીસના પેટ્રોલિંગમાં દરમિયાન ગોંડલ શહેરના ગુંદાળા દરવાજા પાસે IPL ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોનની એપના માધ્યમથી જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સટ્ટો રમતા શખ્સની ધરપકડ કરી છે.

3 મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 21,050નો મુદ્દામાલ જપ્ત

મળેલી બાતનીને આધારે રેડ કરી હતી. જેમાં 3 મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 21,050ના મુદ્દામાલ સાથે પાર્થ ઉર્ફે ભોલો કનકરાય રાજ્યગુરુને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સટ્ટો રમવાના ગુનાની અન્ય ઘટનાઓ

ઓનલાઇન કોઈન ખરીદીને સટ્ટો રમતા 5 આરોપીની ધડપકડ

અત્યારે IPLની સિઝન ચાલી રહી છે. તમામ ક્રિકેટ રસિયાઓ IPLની મેચને લઈને ઉત્સુક હોય છે, ત્યારે આ મેચને લઈને સટ્ટો જુગારીઓ સટ્ટો રમાડતા હોય છે. જેને લઈને પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલતું હોય છે ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુરના પકવાન ચાર રસ્તા પાસે એક ટી સ્ટૉલ માં 5-6 લોકો પ્રોજેક્ટરપર મેચ જોઈને ઓનલાઇન વેબસાઈટમાં કોઈન ખરીદી આ સટ્ટો રમતા હતા.

IPL T20 લાઈવ મૅચ પર સટ્ટો રમતા શખ્સને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો

રાજકોટઃ હાલમાં IPL T20 મૅચ રમાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સટ્ટોડિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એમ લાઈવ મૅચ પર સટ્ટો રમી અને રમાડી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ પોલીસ દ્વારા આવા સટ્ટો રમતા અને રમાડતા શખ્સ પર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ઈસમની રાજકોટ પોલીસે કરી ધરપકડ

IPL T20 મેચ હાલ શરૂ છે. જેને લઈને રાજકોટમાં પોલીસ પણ એલર્ટ થઈ છે અને આ T20 મેચ દરમિયાન સટ્ટો રમતા ઈસમો પર વોચ રાખી રહી છે. ત્યારે શહેરના બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમા હતી, તે દરમિયાન એક ઈસમ મોબાઈલ મારફતે સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

રાજકોટમાંથી ભારત-ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ મેચ પર સટ્ટો રમતા 70 વર્ષના વૃદ્ધ ઝડપાયા

રાજકોટઃ હાલ ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન મંગળવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે સેમિફાઇનલ મેચ યોજાઇ હતી. ત્યારે રાજકોટમાં આ મેચ પર સટ્ટો રમતા એક 70 વર્ષના વૃદ્ધ ઝડપાયા છે. વૃદ્ધ પરાપીપલીયાગામ વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાં ચાલુ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળતા પોલીસે ઘરે દરોડો પાડીને ઝડપી પાડ્યા હતા.

રાજકોટમાં કારમાં બેસીને સટ્ટો રમતા એક ઈસમની ધરપકડ

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુનાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુનેગારો પણ નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે.તો શહેરમાં આમ્રપાલી વિસ્તારમાં GJ 03-CR-0723 નંબર વાળી કારમાં પાર્થ ધીરુભાઇ પેશાવડીયા નામનો ઈસમ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની રમાઈ રહેલી પર સટ્ટો રમતા ઝડપાયો છે. તો પોલીસે ઈસમ પાસેથીમોબાઈલ, કાર, રોકડા રૂપિયા સહિતનો કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.