રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે એક ગેંગ ધાડ પાડવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 15 આરોપી જેમાં હરિયાણાના અકલાખ એહમદ સનઓ હકમદિન ખાન, શાહુદભાઈ સમસુરભાઈ ખાન, જુબેરમહમદ મંગલ, મહમદ ઈકરામ મહમદ શહીદ, હાકમ ઇશહાર મેવ, કુરશીદ મંગલખાન, સલીમખાન બશીરખાન, મહમદ આરીફ જોરમલખાન, રાહુલખાન સુબેદીનખાન, ઇરશાદ મહમદ અસરૂદિન જાની ખાન, મકસુદ ઇન્સાર જાની ખાન, મુસ્તુફા મહમદ અસરૂદિન જાની ખાન, અમજદ હારૂનભાઇ હસનુ ખાન, ઇસ્લામ ઉર્ફે મગરૂદ્દીન શેરૂ સુલન ખાન અને જાહીર જફર ચાંદમન ખાનને ઝડપી પાડ્યા હતા.
આ આરોપીઓ પાસેથી 2 છરી, 2 દાતરડા, 1 સુયો, 1 આંકડિયો, 1 લોખંડનો કાંટો, 2 લોખંડના સળિયા, 1 લોખંડનું લાગિયું, 3 લોખંડના પાઇપ, અણિદાર પથ્થર ભરેલી 2 બેગ, 9 મોબાઈલ અને 3 ટ્રક મળી કુલ 45,33,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.