ETV Bharat / state

Rajkot News: ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 ટકા ભરાઈ જતાં આસપાસના ગામોને સાવચેત રહેવા આદેશ - ETV Bharat Gujarat Rajkot Rural Upleta As Venu 2 Dam Of Upleta is 80 Percent Full Hethwas Villages Are Advised To Be Cautious

ગુજરાતમાં રાજ્યમાં ચોમાસું વિધિસર પ્રારંભ થયો છે. હાલમાં મેઘરાજા મન મૂકીને જુદા જુદા જિલ્લાઓમાં વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધારે વરસાદ સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. આગાહી અનુસાર શુક્રવારથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Rajkot News: ઉપલેટાનો વેણુ-2 ડેમ 80% ભરાઈ જતાં આસપાસના ગામોને સાવચેત રહેવા આદેશ

author img

By

Published : Jun 30, 2023, 7:47 AM IST

Updated : Jun 30, 2023, 8:49 AM IST

રાજકોટ: રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ઉપલેટામાં ગુરુવારે સૌથી વધુ વરસાદ પડ્યો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ઉપલેટા પાસેનો બેડમ 80% ભરાઈ ગયો હોવાને લઈને તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર 153 વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 80% ભરાઈ ગયો છે.

નવા નીરની આવકઃ ડેમમાં હાલ 07 વાગ્યે 16666 કયુસેક પ્રવાહની આવક ચાલુ છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21 છે, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે આથી, ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા તેમજ વેણુ નદી કાંઠાના તમ ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.

મેઘમહેર યથાવતઃ રાજકોટ જીલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં મેઘ મહેર યથાવત સામે આવી છે. ઉપલેટા 56 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના સમગ્ર તાલુકાઓમાં ધીમી ધારે મેઘમહેર થઈ રહી છે. 29 જૂન ના સાંજે છ વાગ્યા સુધીમાં ઉપલેટા તાલુકામાં 56 મીમી, જસદણ તાલુકામાં 45 મીમી, ધોરાજી તાલુકામાં 30 મીમી, જામકંડોરણા તાલુકામાં 33 મીમી, જેતપુર તાલુકામાં 27 મીમી, ગોંડલ તાલુકામાં 10 મીમી, કોટડાસાંગાણી તાલુકામાં 8 મીમી, લોધિકા તાલુકામાં 5 મીમી, રાજકોટ તાલુકામાં 2 મીમી અને વિછીયા તાલુકામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ પડ્યોઃ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોની અંદર ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાની અંદર પણ ગુરુવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર તેમજ જિલ્લા ભર તેમજ આસપાસના સૌરાષ્ટ્ર પંથક ની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે કે, વરસાદની સાથે જ અસહ્ય બફારો અને ગરમી સામે રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં વરસાદ પડતા ની સાથે જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  1. Rajkot News: ચોમાસામાં શાકભાજીના ભાવમાં બમણો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  2. Rajkot News: ઉપલેટામાં સિમેન્ટ રોડ બિસ્માર હાલતમાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, જીવ જાય તો જવાબદારી કોની ?

Last Updated : Jun 30, 2023, 8:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.