ETV Bharat / state

રાજકોટમાં તોડકાંડ: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અંતે બદલી - તપાસ સમિતિ પોલીસ કમિશનર

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તોડકાંડ(Statement Process Manoj Agarwal) બાબતે 10 જેટલા લોકોના નિવેદન લીધા બાદ વિકાસ સહાય દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ કમિશનરની મોડી રાત્રે બદલી કરવામાં આવી છે.

રાજકોટમાં તોડકાંડ: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અંતે બદલી

author img

By

Published : Mar 1, 2022, 7:54 AM IST

રાજકોટ : રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય એવા ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ (MLA Govind Patel Accused Police Commissioner) ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ કમિશનર દ્વારા એક કેસમાં કમિશન પેટે 75 લાખ વસુલ કરાયાનો આરોપ હતો. આ સમગ્ર મામલે તપાસ બાદ અંતે રાજકોટ પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કરાઈ બદલી

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની (Rajkot Police Commissioner Manoj Agarwal) વિરુદ્ધ તપાસ માટે વિકાસ સહાયની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ હતી. અને ત્યારબાદ આ ટીમ દ્વારા ફરિયાદ અને જે પોલીસ કર્મીઓ પર આક્ષેપ કર્યા હતા. તે તમામના નિવેદન લેવાયા હતા. તપાસ દરમિયાન 10 જેટલા લોકોના નિવેદન લીધા બાદ વિકાસ સહાય (Investigation Committee Police Commissioner) દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ કોઈની નજર આગામી નિર્ણયની હતી. જ્યારે આજે મોડી રાતે પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

જેસીપીને સીપી નો ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલની બદલી (Manoj Agarwal Transferred) જુનાગઢ ખાતે આવેલ SRP ટ્રેનિંગ સેન્ટર ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને હવે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદને રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ (Statement Process Manoj Agarwal) સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર પર પૈસા લેવાના આક્ષેપ બાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ વિવાદમાં આવ્યા હતા. અને એક બાદ એક પોલીસ વિરુદ્ધ આક્ષેપો બહાર આવ્યા હતા. જે મામલે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.