રાજકોટ: સહિત સૌરાષ્ટ્રભરમાં મોટા પ્રમાણમાં વીજચોરીના બનાવો વધી રહ્યા છે. વીજચોરી લોકો કરી રહ્યા છે તેનું કારણ ઘરના વિજળીના ભાવમાં વધારો તો નથી ને? તે પણ એક સવાલ છે, પરતું હાલ તો વીજચોરીના બનવા વધતા રાજકોટમાં PGVCLની 40થી વધુ ટીમના દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આજે પીજીવીસીએલની ટીમ દ્વારા વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
"પીજીવીસીએલ દ્વારા આજે વહેલી સવારથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિજિલન્સની 40 કરતા વધારે ટીમ જોડાઈ છે. જ્યારે વ્યાપક પ્રમાણમાં આ ચેકિંગ કરવામાં આવનાર છે. જેમાં પ્રદ્યુમનનગર સબ ડિવિઝન હેઠળના સદર બજાર, મોટી ટાંકી, ગાંધીગ્રામ રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટના બે જેટલા સબ ડિવિઝનમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે" -- (ડેપ્યુટી એન્જિનિયર જીતેન્દ્ર ભટ્ટ)
આ પણ વાંચો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: મોટાભાગે થાંભલામાં લંગરીયા નાખીને થાય છે. વીજ ચોરી પીજીવીસીએલના અધિકારીએ વધુમાં જણાવ્યુ હતું કે, "રાજકોટ શહેરના આસપાસના વિસ્તારમાં મોટાભાગે થાંભલામાં લંગરીયા નાખીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે જોવા મળે છે. સ્લમ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. કોમર્શિયલ વિસ્તારમાં જ્યારે વીજ મીટર જ્યારે ચેકિંગમાં જાય ત્યારબાદ જ આ મીટરમાંથી વીજ ચોરી થાય છે.
ચેકિંગ ડ્રાઈવ ચાલુંઃ ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલની ટીમ દ્વારા લાંબા સમય બાદ હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં આજથી વીજ ચેકિંગને લઈને ડ્રાઇવ શરૂઆત કરવામાં આવી છે. જેમાં પીજીવીસીએલની 40 કરતા વધુ ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ છે. મોડી સાંજે રાજકોટમાંથી વીજ ચોરીનો મોટો આંક જાહેર થાય તેવી પણ શક્યતા છે.
જુદા જુદા વિસ્તારમાં ચેકિંગઃ જેમાં શહેરના માધાપર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વહેલી સવારથી જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોડી સાંજે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. લાંબા સમય બાદ રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા ફરીથી ચોરીને લઈને ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં આ કામગીરી દ્વારા શરૂ કરવામાં આવી છે.