રાજકોટ ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના (Kunvarji Bavaliya Cabinet Minister) વિસ્તાર જસદણ નગરપાલિકાના (Jasdan Nagar Palika) કરોડો રૂપિયાના વીજ બિલ આજે પણ બાકી છે. તેને લઈને PGVCL વિભાગ (Rajkot PGVCL) દ્વારા બાકી વીજ બિલ ભરવાની નોટિસ ફટકારવામાં (PGVCL Notice to Kunvarji Bavaliya area people)આવી છે. જો આ ભરપાઈ નહીં કરવામાં આવે તો કનેક્શન કટ કરવામાં (Light connection in Jasdan) આવશે તેવું PGVCLએ જણાવ્યું હતું. તેને લઈને હવે અહીં અંધારપટ થાય તેવું લાગી રહ્યું છે.
ગંભીર પ્રશ્ન સર્જાઈ શકે છે જસદણ નગરપાલિકાના (Jasdan Nagar Palika) વોટરવર્કસ શાખા (Jasdan Municipality Waterworkers Branch ) અને સ્ટ્રીટ લાઈટના 11 મહિનાથી બાકી 5. કરોડ રૂપિયાથી વધુના વીજબીલ બાકી છે. તો આ મામલે જસદણ PGVCL દ્વારા નગરપાલિકાને લેખિત નોટિસ (PGVCL Notice to Kunvarji Bavaliya area people)ફટકારી છે, જેમાં બાકી વીજ બીલ ભરવામાં નહીં આવે તો પાલિકાના કનેક્શનો (Light connection in Jasdan) કાપી નાંખવાની પણ ચીમકી આપી છે. જ્યારે વીજ કનેક્શન કટ થઇ જાય તો જસદણની 70,000થી વધુ પ્રજાને પાણી વિતરણનો ગંભીર પ્રશ્ન સર્જાવાની સ્થિતિ છે.
વોટરવર્કર્સ શાખાનું જ બિલ 5 કરોડથી વધુનું જસદણ શહેરમાં કુલ 7 જેટલા વોર્ડ આવેલા છે, જેમાં અંદાજે 70,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ તમામ વોર્ડમાં નિયમિત પાણી વિતરણ માટે નગરપાલિકા (Jasdan Nagar Palika) દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યાંથી દરેક વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે,જેમાં પાલિકાના વોટરવર્કસ શાખાનું છેલ્લા (Jasdan Municipality Waterworkers Branch) થોડા સમયથી બાકી ખેંચાતું આવતું બીલ હાલ 5 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. તેમજ પાલિકા (Jasdan Nagar Palika) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફિટ કરવામાં આવેલી સ્ટ્રીટલાઇટોનું બાકી બીલ રૂ.35,84,509 જેટલી રકમને આંબી ગયું છે.
કનેક્શન કપાશે જસદણ નગરપાલિકાની (Jasdan Nagar Palika) આટલી મોટી રકમ લાંબો સમય થવા છતાં ભરવામાં ન આવતા જસદણ PGVCLની (Rajkot PGVCL) વિભાગીય કચેરીએ બંને બાકી બીલની રકમ ભરવા અંગે નગરપાલિકા તંત્રને નોટીસ પાઠવી છે જેમાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા બાકી વીજબીલની ભરપાઇ કરવામાં નહીં આવે તો PGVCL દ્વારા વોટર વર્કસ શાખા તેમજ સ્ટ્રીટ લાઇટોના કનેક્શનો કાપી નાખવામાં આવશે તેવું જણાવ્યું છે.
બિલ ઝડપથી ભરાશે આ અંગે જસદણ નગરપાલિકાના (Jasdan Nagar Palika) ચીફ ઓફિસર અશ્વિન વ્યાસે જણાવ્યું હતું કે, નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે અમે હપ્તેહપ્તે પાલિકાનું વીજ બિલ ભરી રહ્યા છીએ. જ્યારે વોટર વર્કસ શાખાનું (Jasdan Municipality Waterworkers Branch) બાકી બીલ એક અઠવાડિયામાં ભરપાઈ કરી દેવામાં આવશે, જેથી લોકોને પાણી વિતરણમાં કોઈ મુશ્કેલી ન પડે તેવું જસદણના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો 8 માસમાં 131 કરોડ રુપિયાની વીજચોરી, અધધ ગ્રાહકો વીજચોરી કરતાં ઝડપાયા
આવક ઓછી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જસદણ નગરપાલિકાની (Jasdan Nagar Palika) વેરા વસૂલાત ઓછી હોવાના કારણે વીજ બિલ સમયસર નથી ભરવામાં આવતું, જેથી કરીને આગળના 2 મહિનાની અંદરમાં ટીમો બનાવી વેરા વસૂલાત ઝુંબેશ કરી પાલિકાનું વીજબિલ ભરવામાં આવશે. ત્યારે આટલી મોટી રકમ બાકી હોવાને લઈને અહીંયા કામગીરી કેવી ચાલે છે. તેને લઈને પણ હાલ તંત્ર સવાલોના ઘેરામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જો વીજ જોડાણ કાપવામાં આવશે તો તંત્રની ઢીલી અને નબળી કામગીરીને લઈને અંધારપટ અને પણીની સમસ્યાનો સામનો પ્રજાને કરવો પડશે.
આ પણ વાંચો જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ
PGVCLએ કાપ્યું કનેક્શન PGVCL દ્વારા આપવામાં આવેલ નોટિસ (PGVCL Notice to Kunvarji Bavaliya area people) બાદ પાલિકાએ 35,84.509 રૂપિયાનું વિજબીલ ન ભરતા અને જસદણ નગરપાલિકાને (Jasdan Nagar Palika) અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ વીજબિલ ન ભરવામાં આવતા PGVCL દ્વારા અલગ અલગ ત્રણ સ્ટ્રીટ લાઈટના કનેક્શન (Light connection in Jasdan) કાપ્યા હોવાની પણ વિગતો સામે આવી છે, જેમાં જસદણ શહેરના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કપાયા છે જેને લઈને અંધારપટ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.