ETV Bharat / state

Rajkot News : ગોંડલ ભરુડી ટોલનાકા પાસેના કોલ્ડ સ્ટોરેજમાંથી 17 લાખનો શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયો - રાજકોટ રૂરલ એસઓજી

ગોંડલના ભરુડીમાં આવેલા હિમાલય કોલ્ડ સ્ટોરેજ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. ભરૂડી ટોલનાકા પાસેના આ કોલ્ડ સ્ટોરેજમાં યુપીના વેપારીનો શંકાસ્પદ ગોળ પકડાયો છે. આ કોલ્ડ સ્ટોરેજ પર રાજકોટ રૂરલ એસઓજી તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા કાર્યવાહી કરી હતી.

Rajkot News : ગોંડલ ભરુડી ટોલનાકા પાસેના કોલ્ડ સ્ટોરેજમાંથી 17 લાખનો શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયો

author img

By

Published : Jun 6, 2023, 9:13 PM IST

રાજકોટ : પોતાના અંગત અને વધુ આર્થિક ફાયદો મેળવવા માટે લાલચુ લોકો ખાદ્ય ચીજોની અંદર પણ ભેળસેળ કરી વધુ પૈસા કમાતા નજરે પડતા હોય છે અને ઝડપાઈ પણ જતાં હોય છે. એવા એક કિસ્સામાં રાજકોટના ગોંડલ નજીકથી શંકાસ્પદ ગોળનો જથ્થો તંત્રે ઝડપી લીધો છે.

17 લાખથી વધુની કિમતનો ગોળ : ગોંડલ નજીક હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે આવેલા હિમાલય કોલ્ડ સ્ટોરેજ પર રાજકોટ રૂરલ એસઓજી તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં હિમાલય કોલ્ડ સ્ટોરેજમાંથી રુપિયા 17,37,750 ની કિંમતના 1997 ડબ્બા શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જેને કબજે કરી સીઝ કરાયો છે.

મવડીના વેપારીનું કોલ્ડ સ્ટોરેજ : આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના મવડી પ્લોટ અંબિકા પાર્ક-42માં રહેતા વિવેક કાંતિભાઈ ગોધાસરાનું ગોંડલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકે આવેલા હિમાલય કોલ્ડ સ્ટારેજમાં શંકાસ્પદ ગોળનો મોટ જથ્થો હોવાની માહિતી આધારે રૂરલ એસઓજી પીઆઈ જાડેજા, પીએસઆઈ ભાનુભા, મિયાત્રા સહિતના સ્ટાફે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડયો હતો. કોલ્ડ સ્ટોરેજમાંથી 1997 ડબ્બા શંકાસ્પદ દેખાતા સીઝ કરવામાં આવ્યા છે.

લેબ પરીક્ષણ મહત્ત્વનું બનશે : કોલ્ડ સ્ટોરેજધારકે પોલીસ સમક્ષ એવી વિગતો આપી હતી કે વેપારીએ સ્ટોરેજ કરવા મુકેલા છે. હરિદ્રારના જે.એમ.ટ્રેડર્સ નામના વેપારીએ ગોળનો આ જથ્થો રીટર્ન આવતા કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો હતો અને બીજો જથ્થો રાજકોટના ભારમલ અબ્બાસભાઈ નામના વેપારીનો હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે બન્નેની પૂછપરથ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. લેબ પરીક્ષણમાં ગોળમાં કોઈ મિશ્રણ કે અખાદ્ય બાબત નીકળશે તો જવાબદારો સામે ગુનો નોંધાવવામાં આવશે.

ખરાઈ કરવામાં આવશે : આ જથ્થાના સેમ્પલ લઈને તપાસ માટે હાલ લેબમાં મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કોલ્ડ સ્ટોરેજ મવડી પ્લોટના અંબિકા પાર્કમાં રહેતા વેપારીનું છે. પ્રાથમિક તબક્કે કોલ્ડ સ્ટોરેજ સંચાલક દ્વારા ગોળનો જથ્થો અન્ય વેપારી કે સ્ટોકિસ્ટ દ્વારા ભાડા પર રખાયો હોવાનું અને હરિદ્રાર તથા રાજકોટના વેપારીનો હોવાનું કથન કરવામાં આવ્યું છે. જો કે, આ અંગે પોલીસ દ્વારા ખરાઈ કરવા બન્ને વેપારીઓની પૂછપરછની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

  1. Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
  2. રાજકોટમાં 16 દુકાનો પર દરોડા, 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો
  3. ગોંડલના ભરૂડી નજીક કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય ગોળ પર ખેડૂતોની જનતા રેડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.