રાજકોટ: તાજેતરમાં GETCO દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં પોલ ટેસ્ટની અંદર અન્યાય થયો હોવાની બાબતને લઈને ઉમેદવારો દ્વારા રજૂઆતો, ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના સંકેત મકવાણા નામના ઉમેદવારે પણ ફરિયાદ કરી હતી. ત્યારે રજૂઆતો અને ફરિયાદો બાદ તંત્ર દ્વારા સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ પરીક્ષાની અંદર પોલ ટેસ્ટમાં ક્ષતિ માલુમ પડી છે અને પરીક્ષા રદબાદલ કરી છે. ત્યારે હાલ ઉમેદવાર સંકેત મકવાણાને ધાક-ધમકીઓ મળતી હોય તેમજ જાનનું જોખમ હોવાની બાબતે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે.
ભરતી પ્રક્રિયા રોકવામાં આવી આ અંગે ધોરાજીના સામાજિક આગેવાન યોગેશ ભાષાએ જણાવ્યું છે કે, GETCO ના 1200 જેટલી ભરતી પ્રક્રિયામાં થઈ હતી તે ભરતી પ્રક્રિયા રોકવામાં આવી છે. કારણ કે તે સમગ્ર પ્રક્રિયાની અંદર જ ગેરરીતિ થઈ છે.
આ ગેરરીતિ ઉજાગર કરવામાં મહેનત કરનાર યુવક અને ઉમેદવાર સંકેત મકવાણાએ મહેનત કરી છે તે ઉમેદવાર ઉપર જાનનું જોખમ ઊભું થયું છે. કારણ કે જવાબદાર અધિકારીઓ દ્વારા ક્ષતિ કરવામાં આવી હતી તેમની સામે લડાઈ લડનાર યુવકની મહેનત અને ફરિયાદને પગલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ ક્ષતિ માલુમ પડતા તંત્ર દ્વારા પગલાં લઈ કાર્યવાહી કરી છે. ત્યારે આ બાબતમાં લડાઈ આપનાર યુવક પર જીવનું જોખમ હોવાની બાબતે આવેદનપત્ર પાઠવી સુરક્ષા માંગવામાં આવી છે...યોગેશ ભાષા (સામાજિક આગેવાન)
GETCO દ્વારા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં નિયમોનું ઉલંકન થયું હતું જે બાદ અનેક રજૂઆતો ફરિયાદો કરવામાં આવી હતી અને ઈચ્છામૃત્યુની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત લોહીથી પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી. જે બાદ તપાસમાં ક્ષતિ માલુમ પડતાં તંત્ર દ્વારા લેવાયેલા પગલાંના કારણે ધાકધમકીઓ મળી રહી છે અને જીવનું જોખમ છે જેથી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે...સંકેત મકવાણા ( ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા ઉમેદવાર )
તાત્કાલિક પોલીસ પ્રોટેકશનની માંગ : GETCO દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં ક્ષતિને લઇને રાજકોટ, ભરૂચ અને મહેસાણા સર્કલના ઉમેદવારોને સાથે અન્યાય થયો હતો. જે બાદ ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરતાં ક્ષતિ માલૂમ પડી હતી અને ભરતી રદબાદલ કરતાં ઉમેદવારોને ન્યાય મળ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પરીક્ષા અને ભરતીમાં થયેલા અન્યાય સામે લડનાર અને ઉમેદવાર ધોરાજીના સંકેત મકવાણાએ ખૂબ લડત કરી હતી ત્યારે તેમને હાલ ધાકધમકીઓ મળતી હોય તેમ જ જીવનું જોખમ હોવાની બાબતને લઈને ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક પોલીસ પ્રોટેકશનની માંગ કરી છે.