ETV Bharat / state

Rajkot News : રાજીનામાં મુદ્દે આપ અને વશરામ સાગઠીયાની સંતાકૂકડી, રાજીનામું આપ્યું કે લેવાયું? - રાજીનામાં મુદ્દે આપ અને વશરામ સાગઠીયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા વશરામ સાગઠીયાએ પક્ષત્યાગ કર્યો છે. જોકે રાજકોટ આપને ફટકો મારતી આ ગતિવિધિમાં આપનું કહેવું કંઇ જુદું છે અને વશરામ સાગઠીયાં કંઇ જુદું કહી રહ્યાં છે.

Rajkot News : રાજીનામાં મુદ્દે આપ અને વશરામ સાગઠીયાની સંતાકૂકડી, રાજીનામું આપ્યું કે લેવાયું?

author img

By

Published : Jun 20, 2023, 7:17 PM IST

વશરામ સાગઠીયાં કંઇ જુદું કહી રહ્યાં છે

રાજકોટ : આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તમામ હોદ્દાઓ પરથી આપ દ્વારા સાગઠીયાને દૂર કરવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે વશરામ સાગઠીયાએ ખુલાસો કર્યો છે કે મેં ગત 18મી જૂને આપના ઉપપ્રમુખ પદ અને સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.

મેં મારું રાજીનામું 18 જુનના રોજ 7.53 મિનિટે આપ પ્રમુખને મોકલી આપ્યું છે. જેમને આ રજીમાનું જોઈ લીધું છે અને તેમને મારી સાથે ટેલિફનીક વાતચીત પણ કરી છે...વશરામ સાગઠીયા(નેતા)

આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યાં : ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં વશરામ સાગઠીયા આપમાંથી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી લડતા હતા પરંતુ તેઓ આ બેઠક પરથી હાર્યા હતા.

વશરામ સાગઠીયાની પક્ષમાંથી હકાલપટ્ટીનો પત્ર

કોંગ્રેસના કાર્યક્રમમાં સાગઠીયા રહ્યા હતા હાજર : પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ વશરામ સાગઠીયા પણ છાસવારે કોંગ્રસના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પણ વશરામ સાગઠીયાએ હાજરી આપી હતી.

ફરી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા : જો કે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ વશરામ સાગઠીયાની આમ આદમી પાર્ટીમાં હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે વશરામ સાગઠીયાની હકાલપટ્ટીને લઈને ફરી એક વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં વશરામ સાગઠીયા વિધિવત રીતે ફરી કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહી.

કોંગ્રેસનું શું વલણ રહેશે : જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉપપ્રમુખ વશરામ સાગઠીયાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. ત્યારે આ મામલે વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે ઉલ્લેખીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં વશરામ સાગઠીયાની આપમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના રાજકારણમાં ગરમાવો આપ્યો છે. ત્યારે વશરામ સાગઠીયા મામલે કોંગ્રેસનું શું વલણ રહેશે તેના પર હવે સૌની નજર જોવા મળી રહી છે.

  1. Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં
  2. રાજકોટમાં ડોક્ટર આંબેડકરનું ચિત્ર મુકવા અંગે વિરોધ, પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનોની અટકાયત
  3. રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.