ETV Bharat / state

Rajkot News : થેલેસેમિક દર્દીઓને રાહત, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધા શરુ

author img

By

Published : Mar 31, 2023, 4:31 PM IST

થેલેસેમિક દર્દીઓ માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહત્ત્વની સુવિધા શરુ થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કમાં ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધાથી લોહીના રોગના દર્દીઓ માટે રાહતની વાત બનશે.

Rajkot News : થેલેસેમિક દર્દીઓને રાહત, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધા શરુ
Rajkot News : થેલેસેમિક દર્દીઓને રાહત, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધા શરુ

રાજકોટ - રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કમાં આજે મહત્ત્વની સેવાનું લોકાર્પણ થયું હતું. વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યારે તેમાં દર્દીઓના લાભાર્થે ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનની સુવિધા શરુ કરવામાં આવી છે. ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા લોહીના રોગના દર્દીઓને રાહત થશે.

ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનનો ઉપયોગ : ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ મોટા પ્રમાણમાં બ્લડ ચડાવવા માટે આવે છે. તેમના માટે આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચડાવ્યા બાદ તેઓને રિએક્શન આવવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ક્રાયોફ્યુઝ સેન્ટ્રી ફ્યુઝ મશીન મૂકવાના કારણે આ પ્રકારની ઘટનાઓ કાબૂમાં આવે તેવી આશા સેવાઇ રહી છે.

આ પણ વાંચો રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

બ્લડ બેંકમાં મશીન મૂકાયું : રાજકોટ બ્લડ બેંક ખાતે ખાસ જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન આજે મૂકવામાં આવ્યું છે. આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીનમાં એક સાથે 16 બોટલ રક્તને અલગ અલગ ત્રણ ઘટકોમાં વિભાજીત કરી શકાય છે. જેને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ જેવા કે થેલેસેમિયા, હિમોફિલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસૂતા મહિલાઓ સહિતના દર્દીઓને ખુબ જ મદદરૂપ બનશે.

મહત્ત્વની સેવાનું લોકાર્પણ
મહત્ત્વની સેવાનું લોકાર્પણ

ઇકો ફ્રેન્ડલી મશીન : આ સાથે જ આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન ઇકો ફ્રેન્ડલી પણ છે જેના કારણે હોસ્પિટલમાં મેનપાવરની પણ બચત થશે. આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન જર્મન કંપની દ્વારા બનાવાયેલું મશીન સ્વચાલિત છે. સિંગલ ફેજ આધારિત ઓછી વીજ ખપત સાથે 30 ટકા જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગી બને છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો

2200 બ્લડ બોટલની જરુર : રાજકોટ સિવિલ હોસ્પિટલએ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર લેવા માટે આવતા હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા દર મહિને અંદાજિત 2200 જેટલી બ્લડની બોટલો જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે બ્લડ બેન્ક ખાતે ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન મુકવામાં આવતા આગામી દિવસોમાં લોહીના દર્દીઓને સમયસર બ્લડ મળી રહે, તેમજ જરૂરિયાત મુજબનું બ્લડ મળી રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.

થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લાભ : ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ અગાઉ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને લોહી ચડાવ્યા બાદ તેમને રિએક્શન આવ્યું હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. જ્યારે એક દર્દીનું મોત પણ થયું હતું. એવામાં હવે આ મશીન મૂકવામાં આવતા સૌથી મોટી રાહત થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.