ETV Bharat / state

Rajkot Municipal Corporation : રાજકોટ શહેરીજનો થાવ તૈયાર, આ બાબતે તમને પૂછશે મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation )શહેરમાં જનસુવિધાઓ કયા પ્રકારે વધારી શકાય તે માટે લોકોને જ (Vote of Citizens to increase facilities )પૂછશે. આ માટે સર્વે કરી શહેરના ભાવિ વિકાસના કામ કરશે. આ પ્રકારના ઓનલાઈન સર્વેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા ( Rajkot Commissioner Amit Arora )દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

author img

By

Published : Jan 20, 2023, 3:36 PM IST

Rajkot Municipal Corporation : રાજકોટ શહેરીજનો થાવ તૈયાર, આ બાબતે તમને પૂછશે મહાનગરપાલિકા
Rajkot Municipal Corporation : રાજકોટ શહેરીજનો થાવ તૈયાર, આ બાબતે તમને પૂછશે મહાનગરપાલિકા

રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન સર્વે અભિયાન હાથ ધરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં જનસુવિધાઓ કયા પ્રકારે વધારી શકાય તેમ જ આ સર્વેના આધારે કોર્પોરેશન દ્વારા શહેરના ભાવિ વિકાસ માટે કામ કરવામાં આવશે. જ્યારે આ પ્રકારના ઓનલાઈન સર્વેમાં મોટામાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા દ્વારા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો રાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ

સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરાયું : ભારત સરકારના અર્બન આઉટકમ મિશન 2022 અંતર્ગત સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવ્યો છે. ઓનલાઈન સર્વેમાં નાગરિકો પાસેથી જનસુવિધાઓ માટે પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે.

અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે : અમિત અરોરાએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે. આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ઓનલાઈન સર્વેમાં પ્રશ્નો પણ પૂછવામાં આવશે. તેમજ આ પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને અપવાના રહેશે.

આ પણ વાંચો RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ કરાયા

આવી રીતે લઈ શકાશે સર્વેમાં ભાગ : આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબાઈલ ફોન વડે ક્યુઆર કોડ સ્કેન કરી અથવા વેબસાઈટ https://eol2022.org/CitizenFeedback પર જઈ પોતાનું શહેર કેવું લાગે તે અંગેનો પોતાનો અભિપ્રાય આપી શકશે. ત્યારબાદ નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાનો યુએલબી (ULB) કોડ 802501 એન્ટર કરવાનો રહેશે. આ સર્વે આગામી તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.