રાજકોટ: ભારતભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહ્યી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા મોટા મહાનગરોથી લઈને શહેરો, ગામડાઓને કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અગમચેતીના પગલાના ભાગરૂપે સેનિટાઇઝ કરવામા આવી રહ્યા છે. તેમજ અનેક ગામોમાં જંતુનાશક દવાઓ તથા સેનેટાઇઝનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-virpur-muktidbam-senetaiz-rtu-gj10022_02052020171714_0205f_1588420034_399.jpg)
ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં અગમચેતીના ભાગરૂપે મુક્તિધામ એટલે કે સ્મશાન તેમજ અંતિમ યાત્રારથ અને એમ્બ્યુલન્સને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. વીરપુરના ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ સહિતના સ્વયંસેવકો દ્વારા ગાયત્રી મુક્તિધામની એમ્બ્યુલન્સ, અંતિમરથની સાથે સાથે સ્મશાનમાં રહેલા ઢોલિયાને પણ સાફ સફાઈ કરી સેનેટાઇઝ કર્યા હતા.તેમજ ગાયત્રી મુક્તિધામ સેવા ટ્રસ્ટ દ્વારા એક હજાર જેટલી રાશન કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.