રાજકોટઃ રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા આજે ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમણે સરકાર પાસે માગ કરી છે કે, "છેલ્લા ત્રણ મહિનાઓથી ગેસ સિલિન્ડર મામલે સરકાર દ્વારા લાભાર્થીઓને સબસીડી આપી નથી. જે તાત્કાલિક ધોરણે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે."
આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા મધ્યમ અને ગરીબ પરિવારને લૂંટવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા સહિતની કોંગી મહિલા આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.