રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના જાહેર માર્ગો પર વાહનો લઇને નિકળતા વાહનચાલકો જો રસ્તા પર પાન કે મસાલો ખાઈને થૂંકશે તો તેને આઇ-વે પ્રોજેક્ટ હેઠળ ઈ-મેમો અને ઑફલાઇન પણ દંડ ફટકારવામાં આવશે.
રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય, હવે જાહેરમાં થૂંકનારને કરાશે દંડ - COrporation
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી રાજકોટના જાહેરમાર્ગો પર થૂંકનાર વાહનચાલકોને ઈ-મેમો અને ચલન દ્વારા દંડ ફટકારવામાં આવશે. આ અંગે ગુરૂવારના રોજ મહાનગરપાલિકમાં એક બેઠક મળી હતી. જેમાં દંડની રકમ નક્કી કરવામાં આવી છે, જે અંગની જાહેર પણ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ઇટીવી ભારત દ્વારા મનપા કમિશ્રર બંચ્છાનિધી પાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના જાહેર માર્ગો પર વાહનો લઇને નિકળતા વાહનચાલકો જો રસ્તા પર પાન કે મસાલો ખાઈને થૂંકશે તો તેને આઇ-વે પ્રોજેક્ટ હેઠળ ઈ-મેમો અને ઑફલાઇન પણ દંડ ફટકારવામાં આવશે.
રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય, હવે જાહેરમાં થૂકનારને ફટકારવામાં આવશે દંડ
રાજકોટઃ રાજકોટ મહાનગરાપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી રાજકોટના જાહેરમાર્ગો પર થૂકનાર વાહનચાલકોને ઈ મેમો અને ચલન દ્વારા દંડ ફટકારવામાં આવશે. આ અંગે આજે મહાનગરપાલિકમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં દંડની રકમ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ અંગે ઇટીવી ભારત દ્વારા મનપા કમિશ્રર બંચ્છાનિધી પાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
રંગીલા રાજકોટની ગણના હવે દેશના પ્રથમ હરોળના સ્માર્ટસિટીસમાં થાય છે. ત્યારે આજે મહાનગરાપાલિકા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેવથી રાજકોટના જાહેર માર્ગો પર વાહનો લઇને નિકળતા વાહનચાલકો જો રસ્તા પર પાન કે માવો ચાવીને થૂંકશે તો તેને આઇ-વે પ્રોજેક્ટ હેઠળ ઈ મેમો અને ઓફ લાઇન પણ દંડ ફટકારવામાં આવશે. જેમાં પ્રથમ વખત આ પ્રકારનું કૃત્ય કરનાર વાહનચાલકોને 250 રૂપીયા દંડ ફટકારવામાં આવશે. ત્યારબાદ જો આજ વાહન બીજીવાર કેમેરામાં કેદ થશે તો 500 રૂપીયા અને ત્રીજી વાર ઝડપાશે તો 700 રૂપીયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
વન ટુ વન