રાજકોટ: કોરોના વાઇરસના કારણે વિશ્વના મોટાભાગના દેશો ચિંતિત છે, ત્યારે ભારતમાં પણ ધીમે-ધીમે કોરોના વાઇરસનો ભય વધી રહ્યો છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા આગામી 25 માર્ચ સુધી રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટને લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને પોતાની રક્ષા માટે રવિવારે જનતા કરફ્યૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. જેનો દેશમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જનતા કરફ્યૂના કારણે લોકો ઘરમાં રહીને આજનો દિવસ પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત મોટાભાગની બજારો પણ રવિવારે બંધ રાખવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારના આદેશનો ચૂસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ પોલીસ પણ કટિબદ્ધ છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે આ અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી.