રાજકોટઃ PGVCL દ્વારા બે રૂમનો ફ્લેટ ધરાવતા પરિવારને રૂ. 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યું છે. ફલેટ ધારક ચંદુભાઈ વાઘેલાને PGVCL દ્વારા આ બિલ ફટકારવામાં આવ્યું હતું. ચંદુભાઈ રાજકોટમાં છૂટક દલાલીનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે માત્ર બે રુમનો ફેક્ટ ધરાવતા અરજદારને રૂ. 9 લાખનું બિલ આપવામાં આવતા PGVCL તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ અંગે ચંદુભાઈએ જણાવ્યું હતું કે અગાઉના દિવસોમાં સામાન્ય રીતે રૂપિયા 2થી અઢીહજાર જેટલુ લાઇટનું બિલ આવતું હતું. પરંતુ લોકડાઉન બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે. હાલ તો રૂપિયા 9 લાખનું બિલ આવતા પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો પરંતુ આ મામલે ઓફિસમાં રજુઆત કર્યા બાદ PGVCLને જાણે પોતાની ભૂલ સમજાઈ હોય તેમ રૂ. 9 લાખ 40 હજારની બિલ રદ કરીને બીજીવાર રૂ. 7 હજારનું બિલ આપ્યું હતું.
ઉલ્લેખનીય છેકે લોકડાઉન દરમિયાન શહેરભરમાં આ પ્રકારની PGVCL દ્વારા ક્યાં બે મહિના ક્યાંક ચાર મહિનાના બિલ એક સાથે આપવામાં આવ્યા છે જેને લઈને શહેરભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.