ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહ, રાજ્યપાલ રહ્યા હાજર - ભારતીય સંસ્કૃતિ

રાજકોટઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીધારક યુવાનોને ‘‘માતૃ-પિતૃ-આચાર્ય દેવો ભવની ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહ

author img

By

Published : Dec 7, 2019, 7:10 PM IST

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રંગમંચ ભવન ખાતે આયોજિત 54માં પદવીદાન સમારંભમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આજના દિવસે ઉપાધિ મેળવતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ધર્મનું આચરણ-સત્યનું પાલન-અધ્યયનનું સેવન કરવા પ્રવૃત્ત થવું જોઇએ અને ઉન્નત તથા ચારિત્ર્યશીલ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ થવું જોઇએ, આજના દિવસે ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી મેળવતા તમામ છાત્રોને અભિનંદન આપતાં રાજયપાલ દેવવ્રતજીએ પ્રેરણાનું પાથેય આપતાં કહયું હતું કે, મેળવેલા શિક્ષણ વિષે ચિંતન કરવાનો અને તેને કાર્યક્ષેત્રમાં અમલી બનાવવાનો આ ઉત્તમ મોકો છે, જેનો લાભ લઇને ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રત્યેક વિદ્યાર્થીએ આગળ આવવું જોઇએ. રાજયપાલએ તેમના વકતવ્ય દરમ્યાન શુધ્ધ સંસ્કૃતમાં શ્લોકોનું ઉચ્ચારણ કરીને પોતાની વિદ્વત્તાનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો, ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ધર્મ, સમાજ, વર્ણવ્યવસ્થા વગેરેની વિષદ વ્યાખ્યા રાજયપાલએ તેમના પ્રવચનમાં સામેલ કરી હતી અને પોતાના માટે શ્રેષ્ઠ લાગતું કાર્ય જ અન્યો માટે આચરણમાં મુકવા પર ભાર મુકયો હતો, પીડી માલવિયા કોલેજના છાત્રોએ નામદાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. રાજ્યપાલ તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા, જયારે કુલપતિશ્રી નિતિનભાઇ પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવસ્રિર્ટીના વિવિધ ભવનોના વડાઓએ સુતરની આંટી અને સ્મૃતિચિન્હથી તથા મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું તથા અન્ય આમંત્રિતોનું સન્માન કર્યું હતું, આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે , વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશ બનવા માટેની પ્રક્રિયામાં શિક્ષણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પ્રત્યેક નાગરિકોએ જવાબદારીભરી ભૂમિકા અદા કરવાની છે. ગુજરાતના વિકાસ માટે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી ઘડવાનું કાર્ય કર્યું છે.આ પોલીસીના માધ્યમ થકી યુવાનોએ લોકહિતના કાર્યો માટે એક બીજાના ભાગીદાર બનવા અને વિદ્યાર્થિઓને ડિજિટલ ઈન્ડીયાના માધ્યમ થકી લોકલથી ગ્લોબલ બનવા માટે અનુરોધ કર્યો હતો, તમામ વિદ્યાશાખા વતી ડીન મેહુલભાઈ રૂપાણીએ વિધિવત રીતે નામદાર રાજ્યપાલને પદવી પ્રમાણપત્ર એનાયત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું, રાજયપાલ આચાર્યજીએ વિવિધ વિદ્યાશાખાના છાત્રોને શુભેચ્છાસહ પદવી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. કથાકાર રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવચન પાઠવ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54માં પદવીદાન સમારંભમાં વિવિધ 14 વિદ્યાશાખાના 36,564 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી 13 વિદ્યાશાખાના 57 વિદ્યાર્થીઓને કુલ 73 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ ચેતન ત્રિવેદી, રજિસ્ટ્રાર રમેશભાઇ પરમાર, પરીક્ષા નિયામક અમીતભાઇ પારેખ, પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, તથા તેમના વાલીઓ, શિક્ષણપ્રેમી નગરજનો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહયા હતા.

Intro:એન્કર :- ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીધારક યુવાનોને ‘‘માતૃ-પિતૃ-આચાર્ય દેવો ભવની ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો.

વિઓ :- રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રંગમંચ ભવન ખાતે આયોજિત ૫૪ મા પદવીદાન સમારંભમાં કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આજના દિવસે ઉપાધિ મેળવતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ધર્મનું આચરણ-સત્યનું પાલન-અધ્યયનનું સેવન કરવા પ્રવૃત્ત થવું જોઇએ, અને ઉન્નત તથા ચારિત્ર્યશીલ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ થવું જોઇએ આજના દિવસે ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી મેળવતા તમામ છાત્રોને અભિનંદન આપતાં રાજયપાલશ્રી દેવવ્રતજીએ પ્રેરણાનું પાથેય આપતાં કહયું હતું કે, મેળવેલા શિક્ષણ વિષે ચિંતન કરવાનો અને તેને કાર્યક્ષેત્રમાં અમલી બનાવવાનો આ ઉત્તમ મોકો છે, જેનો લાભ લઇને ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રત્યેક વિદ્યાર્થીએ આગળ આવવું જોઇએ રાજયપાલશ્રીએ તેમના વકતવ્ય દરમ્યાન શુધ્ધ સંસ્કૃતમાં શ્લોકોનું ઉચ્ચારણ કરીને પોતાની વિદ્વત્તાનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો, ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ધર્મ, સમાજ, વર્ણવ્યવસ્થા વગેરેની વિષદ વ્યાખ્યા રાજયપાલશ્રીએ તેમના પ્રવચનમાં સામેલ કરી હતી, અને પોતાના માટે શ્રેષ્ઠ લાગતું કાર્ય જ અન્યો માટે આચરણમાં મુકવા પર ભાર મુકયો હતો પીડી માલવિયા કોલેજના છાત્રોએ નામદાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. રાજ્યપાલશ્રી તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા, જયારે કુલપતિશ્રી નિતિનભાઇ પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
         સૌરાષ્ટ્ર યુનિવસ્રિર્ટીના વિવિધ ભવનોના વડાઓએ સુતરની આંટી અને સ્મૃતિચિન્હથી તથા મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યનું તથા અન્ય આમંત્રિતોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે , વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશ બનવા માટેની પ્રક્રિયામાં શિક્ષણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પ્રત્યેક નાગરિકોએ જવાબદારીભરી ભૂમિકા અદા કરવાની છે. ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી ઘડવાનું કાર્ય કર્યું છે.આ પોલીસીના માધ્યમ થકી યુવાનોએ લોકહિતના કાર્યો માટે એક બીજાના ભાગીદાર બનવા અને વિદ્યાર્થિઓને ડિજિટલ ઈન્ડીયાના માધ્યમ થકી લોકલથી ગ્લોબલ બનવા માટે અનુરોધ કર્યો હતો તમામ વિદ્યાશાખા વતી ડીનશ્રી મેહુલભાઈ રૂપાણીએ વિધિવત રીતે નામદાર રાજ્યપાલશ્રીને પદવી પ્રમાણપત્ર એનાયત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું, જેનો સ્વીકાર કરીને રાજયપાલશ્રી આચાર્યજીએ વિવિધ વિદ્યાશાખાના છાત્રોને શુભેચ્છાસહ પદવી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા કથાકારશ્રી રમેશભાઈ ઓઝાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શીવચન પાઠવ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૪મા પદવીદાન સમારંભમાં વિવિધ ૧૪ વિદ્યાશાખાના ૩૬,૫૬૪ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૩ વિદ્યાશાખાના ૫૭ વિદ્યાર્થીઓને કુલ ૭૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
         
આ કાર્યક્રમમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિશ્રી ચેતન ત્રિવેદી, રજિસ્ટ્રારશ્રી રમેશભાઇ પરમાર, પરીક્ષા નિયામકશ્રી અમીતભાઇ પારેખ, પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, તથા તેમના વાલીઓ, શિક્ષણપ્રેમી નગરજનો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહયા હતા.Body:મેનેજ કરેલ સ્ટોરી

સ્પીચ - આચાર્ય દેવવ્રતજી (ગુજરાતના રાજ્યપાલશ્રી) જે સ્પીચ આપી એજ બાઈટ માં બોલ્યા છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.