ETV Bharat / state

Health Department Surprise Visit : રાજકોટ જિલ્લાની 136 ક્લિનિકમાં આરોગ્ય શાખાની સરપ્રાઇઝ વિઝીટ

જિલ્લામાં આરોગ્ય ધોરણ જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહે છે. ત્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ ક્લિનિકમાં સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. ગર્ભમાં બાળકની જાતિ પરીક્ષણની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં CSR મુજબ ગુજરાતનો સેક્સ રેસીયો 919 અને રાજકોટનો સેકસ રેસીયો 905 છે.

Health Department Surprise Visit : જિલ્લાની 136 ક્લિનિકમાં આરોગ્ય શાખાની સરપ્રાઇઝ વિઝીટ

author img

By

Published : Jul 7, 2023, 5:51 PM IST

રાજકોટ : જિલ્લામાં આરોગ્ય ધોરણ જળવાઈ રહે તે માટે તંત્ર જરૂરી સાવચેતી રાખે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ ક્લિનિકમાં સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના 28 તબીબોની ટીમે જિલ્લાની 136 ક્લિનિકમાં આરોગ્ય ધોરણો જળવાય અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ક્લિનિકમાં નજીવી ક્ષતિ ધ્યાનમાં આવતા ક્લીનીક ધારકોને નોટીસ આપી ક્ષતિ સુધારવા જણાવવામાં આવ્યું હતું.

જિલ્લાની 136 ક્લિનિકમાં આરોગ્ય શાખાની સરપ્રાઇઝ વિઝીટ

સરપ્રાઈઝ વિઝીટ : ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં 344 ક્લિનીક નોંધાયેલ છે. જે પૈકી PCPNDT એક્ટ અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 136 ક્લિનિકની સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની 28 જેટલી ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. જેમાં PCPNDT એક્ટ હેઠળ ચેકલીસ્ટમાં નોંધાયેલ ત્રણ ક્લિનિકમાં એફ ફોર્મ ભરવામાં તથા રજીસ્ટર મેઇન્ટેન કરવા જેવી ક્ષતિ ધ્યાનમાં આવી હતી. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા 48 કલાકમાં આ ક્ષતિ સુધારવાની નોટીસ આપવામાં આવી હતી. આપવામાં આવેલ સમયમર્યાદામાં આ ક્ષતિ દૂર નહી થાય તો આગામી દિવસોમાં નિયમાનુસાર જિલ્લા વિકાસ અધિકારી આ મામલે કડક પગલાં લેશે.

28 અધિકારની ટીમ : જિલ્લા વિકાસ અધિકારીએ સરપ્રાઈઝ વિઝીટ અંગે જાણકારી આપી હતી. તે અનુસાર આ કામગીરીમાં કુલ 28 તબીબી અધિકારી જોડાયા હતા. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના 15 તથા રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના 13 તબીબી અધિકારી હતા. જિલ્લામાં નોંધાયેલા PCPNDT એક્ટ અન્વયે સોનોગ્રાફી ક્લિનિક અને હોસ્પીટલોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.

નાગરિકોને અપીલ : ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં PCPNDT એક્ટ અન્વયે જાતિ પરીક્ષણ અને ભ્રુણ હત્યા રોકવા માટે સલાહકાર સમિતિની ટીમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. જેનાથી દીકરા- દીકરીનો સેક્સ રેશિયો મેન્ટેન રહી શકશે. જિલ્લા વિકાસ અધિકારીએ ગર્ભમાં બાળકની જાતિ પરીક્ષણ ન કરાવવા, જાતિ પરીક્ષણ કરનાર દવાખાના અને ડોક્ટરની જાણ આરોગ્ય શાખાને કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

ગુજરાતનો સેકસ રેસીયો : આ તપાસ જિલ્લામાં આવેલ વિવિધ ક્લિનિકમાં કોઈ ક્ષતિ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવાના ઉદેશ સાથે કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરવા તેમજ 1000 પુરુષ વસ્તીએ સ્ત્રી નો દર ઉંચો લાવવાના ઉમદા અને માનવીય હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં CSR મુજબ ગુજરાતનો સેક્સ રેસીયો 919 અને રાજકોટનો સેકસ રેસીયો 905 છે. આ સેકસ રેસીયોમાં વધારો કરવા અને જાતીય પરિક્ષણની પ્રવૃત્તિ ડામવા સ્થળ તપાસણી કરવામાં આવે છે.

  1. Snakes in House: બિહારમાં એક ઘરમાંથી નીકળ્યા 50થી 60 સાપ, જુઓ વીડિયો
  2. Porbandar News : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઘેડ વિસ્તારની મુલાકાત લીધી, પાક નુકસાનીનો અંદાજો મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.